કોરોના ઇફેક્ટ:સંક્રમણ અટકાવવા હારિજમાં વેપારીઓએ સ્વયંભૂ બજાર બંધ કર્યું

હારિજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હારિજ તાલુકામાં સંક્રમણને અટકાવવા વેપારી એસો. દ્વારા સોમવાર બપોર બે વાગ્યા પછી સ્વયંભૂ બજારો બંધ કરવા નિર્ણય કર્યો હતો. જે અનુસંધાને બે વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીમાં સ્વયંભૂ લોકડાઉન જેવું દ્રશ્ય જોવા મળ્ય હતું. રવિવારે વેપારીઓ દ્વારા એક બેઠકનું આયોજન કરી સંક્રમણ અટકાવવા સોમવાર સવારથી બપોરના 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનું નક્કી કરાયું હતું. 2 વાગ્યા પછી સ્વયંભૂ બજારો બંધ કરવી હોવાનું નક્કી કરાતાં તે અનુસંધાને સોમવારે બે કલાકે ટપોટપ દુકાનના શટર પડવા લાગ્યા હતાં અને જે દુકાનો ખુલ્લી હતી તેમને પણ સમજાવી દુકાનો બંધ કરવાનું કહેતાં ફટાફટ ત્રણ કલાકે સમગ્ર બજારો બંધ થઈ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...