જિલ્લો મંત્રી વીહોણો:પાટણ જિલ્લામાં હવે એકેય મંત્રી નહીં

હારિજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપા સરકારમાં જિલ્લાના જયનારાયણ વ્યાસ,આનંદીબેન પટેલ, શંકર ચૌધરી, રણછોડ રબારી, અને દિલિપજી ઠાકોર મંત્રી રહી ચૂક્યા છે

ગુજરાત સરકારમાં વિજય રૂપાણીએ રાજીનામું આપ્યાં બાદ સમગ્ર વિધાનસભાનું ચિત્ર બદલાઇ ગયું છે. બધાજ નવીન ચહેરા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવતાં પાટણ જિલ્લોમાં માત્ર એકજ બેઠક ભાજપાએ મેળવી હતી. એવા ચાણસ્મા બેઠકના ધારાસભ્ય દિલિપજી ઠાકોરને મંત્રી મંડળમાં સમાવેશ નહીં કરવામાં આવતાં જિલ્લો મંત્રી વીહોણો બની ગયો છે. જેના કારણે જિલ્લામાં ભારે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

ભાજપા સરકારે ગુજરાતમાં સાશન સાંભળ્યું ત્યારથી જિલ્લાના એક ધારાસભ્ય મંત્રી મંડળમાં અચૂક રહેતા હતાં. પ્રથમ વાર એવું બન્યું છે કે જિલ્લામાં માત્ર ભજપાની એક બેઠક વિજેતા થઈ હોવાં છતા મંત્રી મંડળમાં સ્થાન મળી શક્યું નથી. અત્યાર સુધીમાં જયનારાયણ વ્યાસ, આનંદીબેન પટેલ, શંકરભાઈ ચૌધરી, રણછોડભાઇ રબારી અને દિલિપજી ઠાકોર જિલ્લાના પ્રતિનિધિઓએ મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યા હતાં. તાજેતરમાં પક્ષની નૉ રિપીર્ટ થિયરી અપનાવતા પાટણ જિલ્લો મંત્રી વીહોણો બની ગયો છે.

બુધવારે વિજય રૂપાણી મુખ્યમંત્રીના કોઇપણ મંત્રીને રિપીટ કરવાના નથી. તેનાં સોશિયલ મીડિયા અને મીડિયા મારફત વિસ્તારમાં સમાચાર પ્રસરતા કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યા હતાં પણ પક્ષ દ્રારા અડ્ગ નિર્ણય કરાતા બધાજ કાર્યકરો બીજા દિવસે શાંત થઈ પાર્ટીનો નિણર્ય માથે ચડાવ્યો હોય તેવું લાગી રહ્યું હતું.

કોઈજ ચહલ પહેલ જોવા મળી હતી નહીં. 2017 વિધાન સભાની ચૂંટણીમાં જીલ્લામાં માત્ર ભાજપા એકજ બેઠક મેળવી શક્યું હતું એમા પણ ચાણસ્મા વિધાનસભા મતક્ષેત્રના દિલિપજી ઠાકોર એમને મંત્રી મંડળમાં સમાવવામાં આવ્યાં હોત તો જનસંઘના સમયથી ભાજપા સાથે રહેલી વિસ્તારના લોકોને ન્યાય મળ્યો હોય તેવો અહેસાસ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...