તસ્કરોનો તરખાટ:હારિજ બસ સ્ટેશનમાં ઊંઝાની બસમાં ચડવા જતી યુવતીનો મોબાઇલ તસ્કરે ચોરી લીધો

હારિજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હારિજ બસ સ્ટેશનમાં તસ્કરોનો તરખાટ મચાવ્યો
  • બસ સ્ટેશનમાં સાતમાંથી પાંચ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં

હારિજ બસ સ્ટેન્ડમાં એક યુવતી પાટણ જવા માટેની બસમાં ચડી રહી હતી. આ દરમ્યાન પાછળ લટકાવેલી બેગમાં મુકેલો મોબાઈલ કોઇ તસ્કરે ચોરી લેતા યુવતી હેબતાઇ ગઇ હતી. ખુદ એસ.ટી.સ્ટાફ હારિજ બસસ્ટેશનમાં ખિસ્સા કાતરુંઓ સક્રિય થયાં હોવાનું જણાવી રહ્યા હતા.

ઊંઝાની યુવતી નાઈ ઉર્વીબેન રમેશભાઈ અને તેનો નાનોભાઈ બંને હારિજના વાઘેલ ગામે દર્શન કરવા ગયા હતા. પરત ઊંઝા જવા માટે હારિજ બસ સ્ટેન્ડમાં હારિજથી પાટણની બસમાં ચડવા જતા યુવતીને ખભે લગાવેલ બેગની ચેઇન ખોલી કોઈ શખ્સ મોબાઈલ ચોરી પલાયન થઈ ગયો હતો.

બસમાં બેસવાની સાથે યુવતીએ બેગમાં મોબાઈલ કાઢવા જોયું તો ચેન ખુલ્લી હતી અને મોબાઈલ ચોરાઈ ગયો અને મિનિટની ગણતરીમાં મોબાઇલ સ્વીચ ઓફ થઈ ગયો હતો. એસ.ટી.વિભાગમાં યુવતીએ જાણ કરીને હારિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા યુવતી અને તેનો નાનોભાઈ બંને ગયા હતા. હારિજ બસસ્ટેશનમાં ગોઠવેલા 7 સીસીટીવી કેમરા પૈકી 5 મુખ્ય કેમરા બંધ હાલતમાં છે.જોવા મળ્યા છે. તેમ બસ સ્ટેશનના સુત્રોએ કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...