તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી શરૂ:હારિજમાં 5 કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાઈપ નંખાતાં સમસ્યા હલ થશે

હારિજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા દ્વારા વરસાદ પડે તે પહેલાં કામગીરી શરૂ કરાઈ
  • નવા હાઈવે પર ચોકઅપ થયેલી ભૂગર્ભ ગટરોનાં કામ હવે શરૂ કરવામાં આવશે

હારિજ ખાતે જુદા જુદા વિસ્તારમાં સી.સી. રોડના કામ અને વર્ષોવર્ષ ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની કામગીરી પુરજોશમાં હાથ ધરવામાં આવી છે. જુદા જુદા વિસ્તારમાં કુલ 5 કરોડના વિકાસ કામો શરૂ કરવામા આવ્યાં છે. હારિજ ખાતે શિશુમંદીર વિદ્યાલય બેચરાજી બાયપાસ રોડ પર દર ચોમાસામાં વરસાદી પાણી ભરાતું હતુ. જે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન શિશુમંદિરથી જાસ્કા ચોકડી સુધીનું કામ ચાલી રહ્યુ છે.

શાકમાર્કેટથી સોમનાથનગર સુધી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇનના કામ તેમજ વાદીવસાહત, આદિત્ય સોસાયટી, દેવકુટિર, ટીંબા હનુમાન જુદાજુદા વિસ્તારમાં સીસી રોડના કામ શરૂ કરવામાં આવ્યાં છે. નગરપાલિકા દ્વારા વરસાદ શરૂ થાય અને લોકોની સમસ્યા વધે તે પહેલાં આ કામો પૂરાં કરવામાં આવશે તેમ પ્રમુખે જણાવ્યું હતું.

ચોકઅપ ગટરનાં કામ હવે કરવામાં આવશે
પાલિકા પ્રમુખ રંજનબેન નટુભાઇ મકવાણાના જણાવ્યા મુજબ ગુંદીવાળા ખાંચાથી સ્ટેટબેન્ક રોડ રસ્તા સુધી વરસાદી પાણીના નિકાલ માટે લાઇન નાખવામાં આવશે. તદઉપરાંત નવીન હાઇવે થતા ચોકઅપ થઈ ગયેલી ભૂગર્ભ ગટરોના કામ ટૂંક સમયમાં નવીન કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...