તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એરંડાના ભાવ ઉંચકાયા:વરસાદ ખેંચાતાં હારિજ માર્કેટયાર્ડમાં એરંડાના ભાવમાં મણે રૂ. 120 વધારો

હારિજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હારિજમાં દિવેલાના ભાવે મણે રૂ. 1300ની સપાટી વટાવી
  • વાયદા બજારથી એરંડાના ભાવ ઉંચકાયા, એક દિવસની આવક 3200 બોરી

હારિજ પંથકમાં વરસાદ ઓછો થતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે દીવેલા અને ગવાર સહિત દરેક ખેત પેદાશમાં ઉછાળો આવ્યો છે. જેમાં દિવેલાના ભાવ મંગળવારે 20 કિલો દીઠ રૂ. 1180 હતાં, જ્યારે બુધવારે આગ ઝરતી તેજી નોંધાતા 20 કિલો દીઠ રૂ. 1303 સુધીના ભાવ પડ્યા હતાં. જેમા એક જ રાતમાં રૂ. 120નો ઉછાળો નોંધાયો હતો. જ્યારે ગવારમાં 1250થી 1335 સુધીના ભાવ વધતાં એક માસમાં ડબલ ભાવ થયાં છે. જ્યારે યાર્ડના સેક્રેટરી નરસિંહભાઇ ચૌધરીના જણાવ્યા મુજબ વરસાદ ખેંચાતાં વાયદા બજારમાં વધારો આવતાં ભાવો ઉચકાયા છે.

અન્ય સમાચારો પણ છે...