તપાસ:હારિજની હત્યાના આરોપીઓને પકડવા પોલીસે શોધખોળ આદરી

હારિજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓને પકડવા જિલ્લા પોલીસે એલસીબી, એસઓજી સહિત 6 ટીમો બનાવી તપાસ હાથ ધરી

હારીજમા યુવાનની હત્યા કરી ભાગેલા આરોપીઓને પકડવા પોલીસે 6 ટીમો બનાવી શોધખોળ આદરી છે. હારિજ ખાતે ચાણસ્મા હાઇવે પર આવેલા શબરી પ્લાઝા કોમ્પ્લેક્સ આગળ બેઠેલા હાર્દિકભાઈ બાબરભાઈ દેસાઈની છરીઓના ઘા મારી ધોળે દહાડે હત્યા કરી આરોપીઓ તેમની ક્રિએટા ગાડી લઈ ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મૃતક યુવાનના પિતાએ 6 આરોપી વિરુદ્ધ હારિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેના આરોપીઓને પકડવા સમગ્ર જિલ્લા પોલીસ એલસીબી, એસઓજી સહિત જિલ્લા પોલીસે જુદીજુદી 6 ટીમો બનાવી શોધખોળ કરી રહ્યા હોવાનું હારિજ પીએસઆઇ આર.કે.પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...