હારિજ નગરપાલિકામાં સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓ થકી અઢળક ગ્રાન્ટો ફાળવી હોવા છતાં પણ ગામમાં ગંદકી નગરમાં પૂરતા પ્રમાણમાં સુવિધાઓ ઉપલબ્ધ નથી તેની સમીક્ષા કરવાની હોઇ તાજેતરમાં ચૂંટાઈને આવેલા વર્તમાન ધારાસભ્ય દીનેશભાઈ ઠાકોરે લેખિતમાં પૂરાવાઓ સહિત પાલિકાની આવક કેટલી અને ખર્ચની વિગતવાર લેખિત માહિતી માગી છે.
હારિજ નગર પાલિકામાં વર્તમાન ધારાસભ્ય દીનેશભાઈ ઠાકોરે લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા 14 માં નાણાપંચ ગ્રાન્ટ સહિત વિવેકાધીન, મનોરંજન કર, વનીકરણ, સ્વચ્છતા અભિયાન, પુર રાહત પેકેજ, ભૂગર્ભ ગટર સફાઈ, ઓક્ટ્રોય, નવીન રસ્તા તેમજ રસ્તા રિપેરીંગ, પીવાના પાણીની પાઇપ લાઇન, વરસાદના નિકાલ માટે નવીન નાળાઓ, તળાવ બ્યુટીફીકેશન વગેરે વિકાસ કાર્યોની ગ્રાન્ટ અને આ સિવાય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મળતી ગ્રાન્ટ વિશે માહિતી માગવામાં આવી છે.
સ્વભંડોળમાંથી બાંધકામ,ભૂગર્ભ ગટર પાછળ કરેલ ખર્ચ અને નવીન નાળાઓમાં કરેલ ખર્ચ,એલઇડી લાઇટની કોન્ટ્રાકટ કઈ એજન્સી ને આપેલ છે તેમજ હાલ ચાલુ કે બંધ છે,હાલમાં ગામમાં કેટલા પાણીના ટ્યુબવેલ ચાલુ છે.કેટલા બંધ છે.કેટલા નવીન બનાવવામાં આવ્યા છે.તેની વિગત,નવીન બોર બનાવવા છતાં કયા કારણો થી બંધ છે. વેરાની કુલ આવક કેટલી વસુલાત થઈ છે તેવી વિગતો માગી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.