કાર્યક્રમ:સરકાર પાસે હેલિકોપ્ટર લાવવા કરોડો રૂપિયા છે કોરોના મૃતકો માટે 4 લાખ નથી : અમિત ચાવડા

હારિજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હારિજના કાતરા ગામે અંબાજી મંદિરે કોંગ્રેસનો કાર્યક્રમ યોજાયો

આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે હારિજ તાલુકાના કાતરા ખાતે આદ્યશક્તિના પ્રથમ નોરતે અંબાજી માતાજી મંદિરના પટાગણમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો હતો. અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે વિદેશનો કોરોના વાયરસ ટ્રમ્પને ગુજરાતમાં બોલાવી રાજ્યમાં ફેલાવ્યો અને સરકારની બેદરકારીના કારણે લાખો લોકો બેડ, ઓક્સિજન, વેંન્ટિનેટર, ઇંજેકશન નહી મળતાં મોતને ભેટવું પડયું હતુ.

સરકાર પાસે તેમનાં માટે નવા મકાનો બનાવવા માટે હેલિકોપ્ટર લાવવા માટે કરોડો કરોડો રૂપિયા છે. જ્યારે કોરોનાથી મૃત્યુ પામેલા સ્વજનોને 4 લાખની સહાય આપવા રૂપિયા નથી. જ્યારે ચાણસ્મા મત ક્ષેત્રના કાતરામા અંબાના ધામથી 2022ની ચૂટણીમાં ચાણસ્મા બેઠકથી પરિવર્તન કરવાની શુભઘડી ગણાવી હતી. કાર્યક્રમમાં સંસદ જગદીશ ઠાકોર, ચંદનજી ઠાકોર, મુકુંદભાઇ પટેલ, બળવંતજી ઠાકોર, લિલાજી ઠાકોર, રાજુલભાઇ પટેલ જયવિર, હસમુખ સક્સેના, રામૂજી જાડેજા ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...