તપાસ:દૂનાવાડા ગામનાં યુવાનની લાશ તળાવના કિનારેથી મળતાં ચકચાર

હારીજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

હારિજ તાલુકાના દૂનાવાડા ગામનાં યુવાનની લાશ તળાવના કિનારેથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ગામનાં લોકો ઘટના સ્થળે પહોંચતા ઓળખ થઈ હતી.મૃતકને ધારપૂર સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ.કરવામાં આવ્યુ હતુ.

દૂનાવાડા ગામમાં પરમાર વાસમાં રહેતો પરિણીત યુવાન કનુભાઇ વાલાભાઇ પરમાર 30 રવિવાર રોજ બપોરના સુમારે મૃત હાલતમાં ગામનાં તળાવ કિનારથી મળી આવ્યો હતો. બપોરના 2 કલાકના અરસામાં ત્યાંથી પસાર થતા મૃત હાલતમાં તળાવ કિનારે પડેલ યુવાનને દેખાતા ગામનાં લોકોને જાણ કરી હતી ગામનાં લોકો ઘટના સ્થળે દોડી આવતાં ઓળખ થઈ હતી.

મૃતક યુવાનને ધારપુર સિવિલમાં પી.એમ.માટે લઇ જવામાં આવ્યો હતો. હારિજ પી.એસ.આઇ.એસ.આર.ચૌધરી ના જણાવ્યા મુજબ યુવાનને શારીરિક બીમારી હોવાનું જાણવા મળ્યું હતુ.અને યુવાનનૉ પી.એમ.રિપોર્ટ આવ્યાં બાદ કર્યા કારણે મોત થયુ તેની વધુ તપાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...