તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવતીનો મૃતદેહ મળ્યો:હારીજની તંબોલિયા કેનાલમાં યુવતીની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી, પોલીસે ઓળખ મેળવવા શરૂ કરી તપાસ

પાટણ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તંબોલિયા કેનાલમાં યુવતીની લાશ તરતી જોવા મળતા લોકો એકઠા થયા

હારીજની તંબોલિયા કેનાલમાં એક યુવતની અર્ધનગ્ન હાલતમાં લાશ તરતી જોવા મળી હતી. કેનાલમાં યુવતીનો મૃતદેહ જોવા મળતા લોકોના ટોળા કેનાલે એકઠા થયા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવતીનો મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે મોકલી દીધો હતો અને યુવતીની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

યુવતિનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળતા ચકચાર હારીજ કેનાલમાંથી એક આશાસ્પદ યુવતિની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. આ યુવતીનો મૃતદેહ તંબોળીયા કેનાલમાંથી મળી આવ્યો છે. સ્થાનિકોનમાં 20 થી 25 વર્ષની યુવતિનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવતા હડકંપ મચી જવા પામ્યો છે. આ ઘટનાને લઈને સ્થાનિકો સહિત તમામ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જેથી તેમણે આ ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. હારીજ પોલીસે જણાવ્યું કે , યુવતિએ આત્મહત્યા કરી કે તેની હત્યા થઇ તે હજુ સુધી સામે આવી શક્યુ નથી, તેની સાથે હજુ સુધી યુવતિની ઓળખ પણ થઈ શકી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો