તપાસ:હારિજ નજીકના તંબોળીયા કેનાલમાં યુવતી અને કુરેજા કેનાલમાં યુવકની લાશ મળી

હારિજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

હારિજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ગુરૂવારે અલગ અલગ બે સ્થળેથી એક યુવક અને એક યુવતીની લાશો મળતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. હારિજ તાલુકાના તંબોળીયા ગામેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલના સાઇફનના દરવાજા પર અજાણી યુવતીની લાશ અટકેલી લાશને સવારે 9.00 કલાકે નર્મદા કેનાલના ગેટમેન કેશાજી મણાજી ઠાકોર જોઈ જતા હારિજ પોલીસને જાણ કરી હતી. પોલીસે પાટણ ફાયર બ્રિગેડને જાણ કરતા બપોરના સુમારે પાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ લાશને બહાર કાઢી હતી. લાશને હારિજ રેફરલ હોસ્પિટલમાં લઈ જઈ પી.એમ.કરાવ્યું હતું.

પી.એસ.આઈ આર.કે.પટેલના જણાવ્યા મુજબ યુવતીની ઉંમર અંદાજીત 30 વર્ષની છે. કાનમાં અને નાકમાં ધાતુની બુટ્ટીઓ પહેરેલી છે.અને ડ્રેશ પહેરેલો છે. લાશ 3-4 દિવસ પહેલાની હોય એવું લાગે છે.જ્યારે સાંજના 4.00 કલાકે કુરેજા અને તંબોળીયા વચ્ચે કેનાલમાં યુવકની લાશ તરતી દેખાતાં યુવકની લાશને ત્યાંના સ્થાનિકોએ દોરડા વડે બહાર કાઢી હારિજ પોલીસને જાણ કરતાં હારિજ રેફરલ ખાતે પી.એમ.કરાવ્યું હતું યુવકે લાલ કાળા કલરની લીટીઓ વાળો શર્ટ અને કાળા કલરનો પેન્ટ પહેરેલો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બંને લાશોની હાલત ફૂલીને વિકૃત થઇ ગયેલ હતી. હાલમાં કોલ્ડ સ્ટોરેજમાં મુકવા તજવીજ હાથ ધરી છે.વધુ તપાસ પી.એસ.આઈ.આર.કે.પટેલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...