તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતની બેગ ચોરાઈ:હારિજ આંગડીયા લૂંટને એક સપ્તાહ થવા છતાં આરોપીઓ ગિરફ્તથી દુર

હારિજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

હારીજ ખાતે 27 ઓગષ્ટની સાજે પીએમ આંગડીયા પેઢીમાં પાંચ શખ્સો મોઢા પર રૂમાલ અને બુકાનીઓ બાંધી રિવોલ્વર બતાવી રૂપિયા સાત લાખની બેગ લઇ ફરાર થઈ જતાં સમગ્ર ગામમા ફફડાટ જોવા મળ્યો હતો.

સાત લાખની લૂંટના આરોપીઓ પકડવા એસઓજી અને એલસીબીની ટિમ સહીત હારિજ પોલીસ આરોપીઓ સુધી પહોંચવા જુદા જુદા સીસીટીવી ફૂટેજ મેળવી પ્રયત્ન કરી રહી છે. પણ એક સપ્તાહનો સમય વિત્યો હોવા છતા પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. હારિજમાં લૂંટના બનાવોને રોકવા પોલીસને આરોપીઓ પકડવામાં સફળતા મળે તેવું ગામનાં લોકો ઈચ્છી રહ્યાં છે.

હારિજ પીએસઆઇ એસ.આર.ચૌધરીના જણાવ્યા મુજબ અગાઉ બેંકમાં બાળકે કરેલી ચોરીમાં સીસીટીવી ફૂટેજમાં બાળકનો સ્પષ્ટ ચહેરો નહી જણાતા બાળક પકડાયો નથી. આંગડીયા લૂંટમાં હાલ તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...