માંગણી:હારિજમાં સરકારી જમીનમાં બનાવાતી પાકી દુકાનનું કામ અટકાવવા રજૂઆત

હારિજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હારિજ મંગળદાસ માર્કેટના રસ્તા પર દુકાન બનાવવાની પેરવી
  • માર્કેટના માલિક અને વેપારીઓએ બાંધકામ અટકાવવા પાલિકામાં રજૂઆત કરી

હારિજ બસ સ્ટેન્ડ પાછળ આવેલ મંગળદાસ માર્કેટના રસ્તા પરથી બજાર તરફ નીકળતા માર્ગમાં સરકારી જમીનમાં ચણતર કરી કેબીન બનાવાતાં ગેરકાયદે કામ બંદ કરાવવા મંગળદાસ માર્કેટના માલિક તેમજ દુકાનદારોએ પાલિકાને લેખિત રજૂઆત કરી છે. હારિજ મંગળદાસ માર્કેટમાંથી બહાર નીકળતા રસ્તા પર નાણાં ગામનાં પ્રજાપતિ દિલીપકુમાર ડાહ્યાભાઈએ સરકારી જમીન નાયી લવજીભાઇ ઓખાભાઈના કુટુંબીજનો પાસેથી વેચાણ રાખી હતી.

ત્યાં પાકું ચણતર કરી કેબીન બનાવવા તૈયારી કરી રહ્યાં હોઇ મંગળદાસ માર્કેટમાં દૂકાનો ધરાવનાર માલિક ભગવતી પ્રસાદ ઠાકર, કિશોરકુમાર મંગળદાસ ઠાકર દ્વારા દુકાનનું બાંધકામ અટકાવવા પાલિકામાં રજુઆત કરી છે. પાલીકાએ તાત્કાલિક કામ અટકાવી ગેરકાયદે બાંધકામ કરવાની પેરવી કરતા માલિકને મનાઈ હુકમ ફરમાવવા રજુઆત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...