શિક્ષણ:હારિજના રામજી મંદિરમાં પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓનું શેરી શિક્ષણ

હારિજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક શાળા નં-1ના વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ કરાયો
  • ગામની શાળાનાં બે શિક્ષીકા બહેનો છાત્રોને શેરી શિક્ષણ આપી રહ્યાં છે

કોરોના કાળથી વિદ્યાર્થીઓને શિક્ષણ પર ભારે અસર જોવા મળી છે. ત્યારે બીજી લહેર પૂર્ણ થયા પછી જીલ્લામાં કેસ ઓછા થતાં શાળાને બદલે છાત્રોને શેરી શિક્ષણ થકી વિદ્યા અપાઈ રહી છે. હારિજ પ્રાથમિક શાળા નંબર-1ના છાત્રોને રામજી મંદિરના પવિત્ર ધાર્મિક સ્થળે શિક્ષિકા બહેનો દ્વારા જુદા જુદા ધોરણના બાળકોને અભ્યાસ કરાવાઈ રહ્યો છે. શાળાના વૈશાલી બહેનના જણાવ્યા મુજબ ઘેર ઘેર જઇ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવી પવિત્ર શ્રાવણ માસમાં રામજી મંદિરના ખુલ્લા પટાગણમાં શિક્ષણ આપી રહ્યાં છીએ.

અન્ય સમાચારો પણ છે...