15 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન હારીજ તાલુકામાં સોઢવ ગામમાં 28 કોરોનાના પોઝિટીવ અને 123 સામાન્ય લક્ષણ ધરાવતા કેસ આવતા સમગ્ર ગામને કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યુ હતુ. આ સમય ગાળામાં ગામમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા મનીષાબેન પી. પટેલે ગામને પોતાનો પરિવાર સમજી ઘેર ઘેર જઇ કોરોના ટેસ્ટિંગ ચાલુ કર્યા હતાં. ગામમા સામાન્ય લક્ષણો વાળા 123 દર્દી નીકળ્યાં અને 28 દર્દી વધારે ગંભીર હતાં. પણ નર્સ બહેન દ્વારા રોજબરોજ દર્દીના ઘરે ઓક્સિજન લેવલ ત્રણ ટાઈમ માપવા જવું, દવાની કીટ આપતાં રહેવું, અને જરુરી માર્ગદર્શન આપી 88 થી 94 લેવલ સુધી આવી ગયેલાં દર્દીઓને સાજા કરી ગામને કોરોના મુકત કર્યું હતુ.
જિલ્લા કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટી અને પ્રાંત અધિકારી અમિતકુમારે ગામની મુલાકાત લઈ ગામનાં અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. જેમા ગામનાં લોકોએ મનીષાબેન પટેલ નર્સની પ્રસંશા કરી હતી. આ સાંભળી કલેક્ટર ખુદ ગદગદિત થઈ ગયા હતાં.
મને ઉંઘો સુવડાવી જીવન બચાવ્યું : દશરથભાઈ રાવળ
સોઢવ હાઇવે સ્ટેશન પર પાર્લર ધરાવતાં રાવળ દશરથભાઇના જણાવ્યા મુજબ પાટણ પ્રાઇવેટ દવાખાનામાં દવા લેવા ગયો હતો. જ્યાં ઓક્સિજન માપતા 92 થી 93 થઈ ગયુ હતુ. પણ દવાખાનામા બેડ નહીં મળતાં ભગવાન ભરોસે ઘરે પાછા આવ્યાં હતાં. ત્યારે મનીષાબેને હિંમત આપી રાત દિવસ ઓક્સિજન આપતાં વૃક્ષ નીચે ઊંધા સુવવાનું કહ્યુ હતુ. જેથી હુ વાડામાં ઘટાદાર વરખડા નીચે સુઈ રહેતો હતો. બચવાની સંભાવના હતી નહીં પણ 20 દિવસે ઘરે દવાઓના સહારે જીવતદાન મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.