ચોરી:હારિજના સિદ્ધેશ્વરી સોસાયટી પાસેના કેબિનમાંથી 11 હજાર મત્તાની તસ્કરી

હારિજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હારિજની સિધ્ધેશ્વરી સોસાયટીના રસ્તા પર આવેલ કેબીન પાર્લરમાંથી કોઈ અજાણ્યા ઈસમો ગલ્લામાં પડેલા રૂપિયા 5 હજાર રોકડા અને પાર્લરમાં પડેલી તાનસેન, વિમલ, પારલે બિસ્કીટના કાર્ટૂન, પાણીની બોટલ કાર્ટૂન, સોડાના કાર્ટૂન વગેરે મળી કુલ રૂ 11.280ની ચીરી કરી શખ્સો ભાગી ગયેલાં હતાં. પાર્લરના માલિકે સવારે કેબીન ખોલવા જતા કેબિનનું લોક નકૂચૉ તોડી વેર વિખેર સામાન જોતાં પોલીસને જાણ કરી હતી. આગળની તપાસ હારિજ પોલીસ ચલાવી રહી છે.

ઠક્કર મુકેશકુમાર બાબુલાલનું કેબીન પાર્લર છેલ્લાં ત્રણ વર્ષથી આવેલું છે. પત્ની રેખાબેન ઠક્કર બન્ને કેબીન પાર્લરમાં ધંધો કરી પોતાનુ ગુજરાન ચલાવે છે. રવિવારે રાબેતા મુજબ રાત્રે પાર્લર બંધ કરી તાળું મારી ઘરે ગયા હતાં. સોમવાર સવારે ઊઠીને પાર્લર પર જતા પાર્લરનું લોક તોડેલુ હતુ નકુચો પણ તોડી પાડેલો હતો. અને પાર્લર અંદર ચીજ વસ્તુઓ વેરવિખેર કરેલી હતી. ગલ્લામાં રોકડા રૂ 5 હજાર હતાં નહીં. હારિજ પોલીસે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...