ચોરી:હારિજના અડીયામાં 2 બંધ મકાનમાંથી તસ્કરો રૂ.1.82 લાખની મત્તા ચોરી ગયા

હારિજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સૂરતમાં રહેતા બે સગાભાઈનો ઘરમાંથી તસ્કરો દરદાગીના ચોરી ગયાાની ફરિયાદ

હારિજ તાલુકાના અડીયા ગામે બુધવારનો રોજ રાત્રે અજાણ્યા તસ્કરોએ ઘરના દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી માંથી સોના ચાંદી ના દાગીના 1.74 લાખ તેમજ રોકડા 8 હજાર રૂપિયા મળી કુલ 1.82 લાખની ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ હારિજ પોલીસ મથકે નોંધાવેલ છે.

હારિજ તાલુકાના અડિયા ગામે હનુમાનજીની મંદિરની પાસે રહેતા ભરતભાઈ કાનજીભાઈ રાવળ અને પોપટભાઇ કાનજીભાઇ રાવળ છેલ્લા 20 વર્ષથી સુરત ખાતે રહે છે. 4 ભાઈઓ પૈકી બે મોટા ભાઈ વતનમાં રહે છે. બુધવારના રોજ વહેલી સવારે અડિયા ખાતે રહેતા તેમના મોટાભાઈએ બાજુમાં આવેલા સૂરતમાં રહેતા નાના ભાઈઓના બંધ મકાનમાં તેમના સુરત રહેતા ભાઈઓના મકાનના દરવાજાના નકુચા તૂટેલાં જોઈ અને ઘરમાં સામાન વેરવિખેર અને તીજોરી ખુલ્લી જોઈ સુરતમાં રહેતા ભાઈઓને ચોરી થયાની જાણ કરી હતી. સુરતથી ભરતભાઇ વતન આવી આવ્યા હતા. હારિજ પોલીસ મથકે રૂ.1,74,000ના સોના ચાંદીના દાગીના અને રોકડ રૂ.8000 મળી કુલ રૂ.1,82 લાખ ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.

બે ભાઇ મકાનમાંથી ચોરાયેલ વસ્ત્ુઅો
ભરતભાઈ કાનજીભાઈ રાવળ ઘરમાંથી, સોનાના 2 દોરા જે આશરે બે તોલાના કી.રૂ.60000,કાનની સોનાની શેર નંગ- 02 આશરે 2 ગ્રામ વજનની કી.રૂ.6000, સોનાની વીંટી નંગ -02 આશરે 08 ગ્રામ કી.રૂ.24000 , સોનાનો નાનો ઓમ કી.રૂ.1500 , સોનાનુ કડુ જે આશરે ચાર ગ્રામનુ જેની કી.રૂ.12000, ચાંદીનો જુડો જે આશરે 200 ગ્રામનો જેની કી રૂ.6000, ચાંદીની વાંસળી જે આશરે 250 ગ્રામની કી.રૂ.7500, ચાંદીની પાયલ નંગ 02 જે આશ૨ 200 ગ્રામની કી.રૂ.6000, નાના બાળકની પહેરવાની ચાંદીની લક્કી , વીંટી તથા છળા તથા ચાંદીના સીક્કા નંગ 03 જેની કી.રૂ.3000, સોનાની બુટ્ટી નંગ 01, નાકની ચુની નંગ 02 જે આશરે 6 ( છ ) આની વજનના જેની કી.રૂ.18000 મળી કુલ કી.રૂ.144000ની ચોરી થઈ હતી.
પોપટાભાઇના ઘરમાંથી સોનાની વીંટી નંગ -02 જે આશરે 6 ( છ ) ગ્રામની કી.રૂ.18000, ચાંદીની લક્કી નંગ -02 જે આશરે 20 ( વીશ ) ગ્રામની કી.રૂ.6000, ચાંદીનો જુડો જે આશરે 200 ગ્રામનો જેની કી.રૂ.6000, રોકડ રકમ 8000 મળી કુલ કી.રૂ. 38000ની મત્તા ચોરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...