હારિજ તાલુકાની ગ્રામ પંચાયતોમાં તલાટીઓની ઘટ વર્તાતા ગ્રામજનોને તેમજ ઇન્ચાર્જ તલાટીઓને મુશ્કેલી સર્જાઈ રહી છે. હારિજ તાલુકામાં કુલ 45 ગ્રામપંચાયતો આવેલી છે.જેમાં 21 તલાટી કમ મંત્રી છે.હાલમાં જમણપુર સેજામાં ગોવના,તમ્બોડિયા, માંસા,નાણાં, સરેલ,જાસ્કા અને ચાબખા જેવા ગામોમાં ઇન્ચાર્જ તલાટીઓ દ્વારા વહીવટ ચાલી રહ્યા છે. જમણપુર, ગોવના અને તંબોડીયા માં 20 કી.મી.દૂર આવેલા રોડા ગામના તલાટી ઇન્ચાર્જમાં છે.
રોડા મોટું ગામ હોઈ ઇન્ચાર્જ તલાટીને મુશ્કેલી સર્જાય છે સાથે સાથે ગ્રામજનોને પણ ગ્રામ પંચાયતમાં મળતા આવકના દાખલા સહિત અન્ય કામ માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.સમગ્ર હારિજ તાલુકામાં ગ્રામસભાઓ યોજાઇ હતી.પણ માત્ર કર્મચારીઓની હાજરી જોવા મળતી હતી. માટે સરકાર દ્વારા યોજાતી ગ્રામ સભામાં પાંખી હાજરીઓ જોવા મળતી હતી.
ગોવના ગામે ગ્રામસભામાં ઇન્ચાર્જ તલાટી રણજીતસિંહ,ઉપ સરપંચ દિલીપસિંહ જાડેજા, આરોગ્ય વિભાગના કર્મીઓ,આંગણવાડી કાર્યકર બહેનો અને ગામના આઠ દસ વ્યક્તિઓએ પાણી બચાવવા,પાણીનો જરૂરિયાત પૂર્વક ઉપયોગ કરવા શપથ ગ્રહણ કર્યા હતા.ઉપ સરપંચ દ્વારા બે માસથી તલાટી કમ મંત્રીની જગ્યા ખાલી હોઈ તંત્ર દ્વારા ઝડપી તલાટી મુકવામાં આવે તેવો સુર રજૂ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.