તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દ્વાર આજથી દર્શન માટે ખુલશે, સવારે 7:30થી સાંજે 5:30 સુધી મંદિર ખુલશે

હારીજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં બીજા નંબરનું જૈનતીર્થ શંખેશ્વર ખાતે બિરાજમાન શંખેશ્વરા પાર્શ્વનાથ પ્રભુ નું જિનાલય કોરોના મહામારીમાં વર્ષમાં બીજી વખત કોરોનાની બીજી લહેરમાં તા.17 એપ્રિલથી દર્શન માટે બંધ (માંગલિક) કરવામાં આવ્યું હતું. શુક્રવારે શંખેશ્વરના તમામ જિનાલયો ખૂલ્લા મુકવામાં આવશે.

યાત્રાધામના જિનાલયો બંધ હોઈ હજારો ભાવિકો શ્રદ્ધાળુઓ પ્રભુના દર્શન માટે વ્યાકુળ બન્યા હતા. ત્યારે વહીવટી તંત્રના આદેશ મુજબ તા.11 મેના રોજ દર્શન માટે મંજૂરી આપવામાં આવતા 55 દિવસ બાદ પ્રભુના દ્વાર ખોલવામાં આવશે અને યાત્રાળુઓને સવારના 7.30 કલાકથી સાંજના 5.30 કલાક સુધી સોશિયલ ડિસ્ટન્સ સાથે કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે ફક્ત દર્શન કરવા દેવામાં આવશે તેવું મુખ્ય જિનાલયની જી.ગો.પેઢીના મેનેજર જગદીશભાઈ શાહે જણાવ્યું હતું. વધુમાં શંખેશ્વરના 108 જિનાલય, આગમમંદિર, શ્રુતમંદિર, પાર્શ્વપદ્માવતી,હાલારી દેરાસર વગેરે જીનાલયો દર્શન માટે સાંજ સુધી ખોલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...