સ્નેહમિલન કાર્યક્રમ:બાસ્પામાં ગોપાલક ભરવાડ સમાજનો સાતમો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

હારિજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તેજસ્વી તરલાઓનું સન્માન,સાથે શૈક્ષણિક કિટો આપી

સમીના બાસ્પામાં ગોપાલક ભરવાડ સમાજનો સાતમો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભરવાડ સમાજના દરેક યુવાનોને હવે લાકડી થી લેપટોપ સુધી જઇ પરિવર્તન કરવા સંકલ્પ લેવડાવ્યા. સમી તાલુકાના બાસ્પા ગામે નકળંગ રામદેવપીર આશ્રમ ખાતે સમી તાલુકા ગોપાલક ભરવાડ યુવક મંડળ દ્વારા સાતમો શૈક્ષણિક સ્નેહ મિલન કાર્યક્રમ પ.પૂ.1008 મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામપુરી શિવપુરી બાપુ થરા ગ્વાલીનાથ મંદિરના સાનિધ્યમાં યોજાયો હતો.જેમાં તેજસ્વી તારલાઓનું સન્માન,સાથે શૈક્ષણિક કિટો આપવામાં આવી હતી.નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

પધારેલ પ.પૂ.ઘનશ્યામપુરી બાપુએ સમાજના યુવાનોને હવે શિક્ષણ આપી લાકડી થી લેપટોપ સુધી જઇ પરિવર્તન કરવા સંકલ્પ લેવડાવ્યા હતા.કાર્યક્રમમાં મનુભાઈ,ભાનુભાઈ,કે.ભરવાડ,શકતાભાઈ,બળદેવભાઈ ભલાભાઈ,જેસંગભાઈ સંગ્રામભાઈ, નાનુભાઈ ભરવાડ વગેરે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનું સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...