કામગીરી:થરોડથી સરવાલ અને બોરતવડાનું વીરપુરપરાને જોડતાં રોડનું ખાતમુહૂર્ત

હારિજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • Zચાણસ્મા ધારાસભ્ય દિલીપજી ઠાકોરના હસ્તે ખાતમુહૂત કરાયું

ચાણસ્મા વિધાનસભામાં આવતા ચાણસ્મા, હારિજ, સમી,શંખેશ્વર તાલુકામાં રૂ.22,44 કરોડના કામોને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરી જોબ નંબર આપેલ છે. જે અનુસંધાને પૂર્વ કેબિનેટ મંત્રી અને ચાણસ્મા ધારાસભ્ય દિલીપજી ઠાકોરના હસ્તે થરોડથી સરવાળ અને બોરતવાડાના વીરપુરા વિસ્તારમાં પેવર રોડ અને સીસી રોડ બનાવવા ખાતમુહૂર્ત કરાયું હતું.

હારિજના થરોડથી સરવાળ 1.800 કી.મી.જોડતો નેળિયા માર્ગ અને જેમાં ગામતળના ભાગમાં સીસી રોડ અને બાકીના અંતરમાં ડામર રોડ તેમજ પાણીના નિકાલ માટે નાળા તળાવના ભાગમાં પ્રોટક્શન વોલની કામગીરીની શરૂઆત કરી છે. બોરતવાડાના વીરપુરપરા વિસ્તારમાં જોડતો 800 મીટરનો રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. હારિજ તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઇ દેસાઈ, મહામંત્રી જયેન્દ્રસિંહ વાઘેલા, રણછોડભાઈ ચૌધરી, બોરતવાડા અને થરોડના સરપંચ અને ગ્રામજનો હાજર હતા.

હારિજ અને સમીના ગામને જોડતો પેવર ડામર રોડ બનશે
કાઠી અને નાનાજોરાપુરા ગામને જોડતો 2.700 કી.મી.અંતરનો નેળિયા માર્ગમાં ડામર અને પાણી નિકાલ માટે સી.ડી.વર્ક સહિત રોડ બનાવવાનું શરૂઆત કરી હતી.જે કામ 13 ઓગસ્ટ સુધી પૂર્ણ રવાના રહેશે. તમામ કામના ખાતમુહૂર્ત ધારાસભ્ય દિલીપજી ઠાકોરે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...