તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:હારિજના ગોવના અને રાવિન્દ્રમાં નાગપાંચમના ધાર્મિક મેળા યોજાયા

હારીજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાગદેવતાના મંદિરે ધજા ચઢાવાઈ, પ્રસાદ ધરાવાયો
  • મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઊમટ્યા, આસ્થા સાથે શિશ ઝુકાવ્યું

હારિજ તાલુકામા ગોવના, રાવિદ્રા ગામે નાગદેવતાના મંદિરે ધાર્મિક મેળા ભરાયા હતાં. જ્યા નાગદેવતાને શ્રીફળ, કાપડના ઘોડા અને કુલેર પ્રસાદ ચડાવવા લોકોની ભીડ જામી હતી. ગોવના ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગોગા મહારાજના મંદિરે વાજતે ગાજતે નેજા ચડાવી શ્રીફળ અને ફૂલેરની પ્રસાદ ચઢાવવામાં આવી હતી. ગોવના ગામે ગરછોડ દેસાઈ 20 પરિવાર અને 150 ઉપરાંત પૂંછલ્યા દેસાઈ પરિવારો દ્વારા વાજતે ગાજતે એક સાથે નાગદેવતાના મંદિરે પ્રસાદ અને નેજા ચડાવવાની પરંપરા ચાલી આવી છે.

અન્ય સમાચારો પણ છે...