રજૂઆત:હારિજના માર્કેટ યાર્ડમાં ચૂંટણીલક્ષી વેપારી મતદારો વધાર્યા હોવાની રાવ

હારિજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં દુકાન ધંધા નહીં ધરાવનારના મતદાર યાદીમાં સમાવેશ
  • મળતિયાઓના મત ખેંચવા લાયસન્સ આપી વિરોધમાં મત આપનારના લાયસન્સ રદ કરાયાના આક્ષેપ સાથે રજૂઆત

હારિજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીનું જાહેરનામું એક સપ્તાહ પહેલા પડી ગયું છે. જે અનુસંધાને સહકારી ક્ષેત્રે ચહલ પહેલ શરૂ થઈ ગઇ છે. જેમાં પ્રથમ મતદાર યાદી બહાર પડતાં વેપારી મતદારોમાં 200 ઉપરાંત મતદારોનો વધારો કરી ચૂંટણીલક્ષી ખોટા લાયસન્સ ફાળવી મતદારોનો વધારો કર્યો હોવાની રાવ સાથે પૂર્વ વેપારી ડિરેક્ટર સહિત વેપારીઓએ જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરી ચૂંટણી લોકશાહી ઢબે જળવાય અને ન્યાયિક તપાસ માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે.

હારિજ યાર્ડની 16 ડિરેક્ટરો માટેની ચૂંટણીનું જાહેરનામું એક સપ્તાહ પહેલા બહાર પડયું હતું. જેમાં વેપારી વિભાગના 4 ડિરેક્ટર માટે અત્યારથી ગરમાવો જામતો જાય છે. પ્રથમ મતદાર યાદી 2 સપ્ટેમ્બરે રજૂ થતાં વેપારી મતદારોમાં ચૂંટણીલક્ષી લાયસન્સ ઈશ્યૂ કરી ખોટા મતદારો ઉભા કર્યા હોવાના આક્ષેપ સાથે જિલ્લા રજિસ્ટાર અને યાર્ડમા સેક્રેટરીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. યાર્ડના પુર્વ ડિરેક્ટર કનુભાઇ પટેલ, જીગરભાઇ મહેતા, લલિતભાઈ મહેતા, પ્રમોદકુમાર ભોગીલાલ ઠક્કર, હર્ષદભાઈ ઠક્કર, પ્રવીણજી ઠાકોર વગેરે વેપારીઓએ લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગઇ વખતની ટર્મમાં વેપારી મતદારો 515થી 600 હતાં. જેમા મોટા ભાગના જૂના મતદારોના નામ કરી નાખવામાં આવ્યા છે.

200 મતદારોનો વધારો કર્યો
સાંઠ ગાંઠ ધરાવતાં મળતિયાં 200 મતદારોનો વધારો કર્યો છે. જેમાં કેટલાંક મતદારો વેપાર સાથે કોઈ નાતો ધરાવતાં નથી. GST લાયસન્સ ધરાવતાં નથી કે બજારમાં પેઢી પણ ધરાવતાં નથી માટે યાર્ડમાં લાયસન્સ આપવા ડિરેક્ટર પદે બેઠેલા વહીવટદારો દ્રારા ગેરરીતિ કરેલ છે. મળતીયાઓના મત ખેંચવા લાયસન્સ આપી વિરોધ મત ન આપનારના લાયસન્સ રદ કરી દેવામાં આવ્યાં છે.માટે નવીન બહાર પડેલ 655 મતદાર યાદીને સંપુર્ણ ચકાસવામાં આવે અને લાયસન્સ ચકાસી ન્યાયિક ચૂંટણી યોજવામાં આવે તેવી રજૂઆત કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...