સુવિધા:કોરોના કાળમાં બંધ કરાયેલી રાધનપુર-બોપલ એસટી ફરી શરૂ

હારિજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાધનપુરથી બોપલ જવા માટે સવારે 8.40 કલાકે ઉપડશે

હારિજ એસ.ટી.ડેપો દ્વારા બે વર્ષ પહેલા કોરોના મહામારીના કારણે રાધનપુર-બોપલ એસ.ટી બસ સેવા બંધ કરી હતી.આ વિસ્તારના લોકો ધંધાર્થે અમદાવાદના વિસ્તારોમાં વસવાટ ધરાવતા હોઇ બસને આવક પણ સારી થાય છે. જેને લઈ પુનઃ બસ શરૂ કરવા લોકોની માંગણીને લઈ હારિજ એસટી ડેપો મેનેજર જાગૃતિબેન પટેલ દ્વારા બે વર્ષ બાદ ફરી બોપલ બસ શરૂ કરવામાં આવી છે.

આ બસ સવારે 7.20 કલાકે હારિજથી રાધનપુર જવા માટે ઉપડશે અને રાધનપુરથી બોપલ જવા માટે સવારે 8.40 કલાકે ઉપડી વાયા સમી, હારિજ, ચાણસ્મા, મહેસાણા, નંદાસણ, અંબિકાનગર, અડાલજ, ઇસ્કોન, ગોતા, સોલા, થલતેજથી બોપલ બપોરે 1.35 કલાકે પહોંચશે.

ત્યાંથી પરત 2.00 કલાકે ઉપડશે અને રાત્રે 7.00 કલાકે રાધનપુર પરત આવશે. આ વિસ્તારના લોકોને પરવડે તે હેતુથી લોકલ બસ શરૂ કરવામાં આવતા રાધનપુરથી બોપલ 180 કી.મીનું અંતરનું એક વ્યક્તિનું ભાડું રૂ.89 અને હારિજથી બોપલનું ભાડું રૂ.65 મુજબ રાખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...