ડેપોનો પરિપત્ર હોવા છતાં કોઈપણ બસ પાટણના જૂના બસ સ્ટેન્ડમાં જતી નથી માટે જૂના બસ સ્ટેશન થઈ સિદ્ધપુર હાઈવે પર આવેલા બસ સ્ટેશને બસ જાય તેવી માંગ હારિજ બસ સ્ટેન્ડમા઼ લેખિત રજૂઆત કરાઈ. રાધનપુરથી સમી અને કચ્છ સુધીના લોકો પાટણ દવાખાને અને જિલ્લા મથકની કચેરીઓના કામઅર્થે આવતા જતા હોય છે.
તમામ દવાખાનાઓ જુના બસ સ્ટેન્ડની આજુબાજુ આવેલા છે. જેથી હારિજથી પાટણ જતી તમામ બસો સિદ્ધપુર હાઇવે પર આવેલા બસ સ્ટેશન સીધી જાય છે. જેના કારણે બજાર અને દવાખાને જવા માટે મુસાફરોને રિક્ષાઓના ભાડા ખર્ચવા પડે છે.જેના કારણે તમામ બસો પાટણના જુના બસ સ્ટેશન થઈ અને સિદ્ધપુર હાઇવે પર આવેલા નવિન બસ સ્ટેશનમાં લઈ જવાતેવી રજૂઆત હારીજ વિકાસ સમિતિના રજનીભાઈ ઠાકર અને વિદ્યાર્થીઓ દ્વારા કરાઈ છે.
જો ટૂંક સમયમાં અમલ નહિ થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. ડેપો મેનેજર જાગૃતિબેન પટેલે જણાવ્યું હતું કે સૂચના દરેક ગાડીઓને છે. પણ બધા ડેપો અનુસરતા નથી રનિંગ ટાઈમમાં દ્રાઈવર કન્ડક્ટરનો ઓહાપો થાય છે. ત્યાંથી જવામાં રનિંગ ટાઈમ વધી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.