તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોને પાણી માટે વલખા:સરકારે 30 જૂન સુધી પાણી આપવાની જાહેરાત કરી અધિકારીઓએ હારિજ બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કર્યું

હારીજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
30 જૂન સુધી પાણી આપવાની જાહેરાત પછી પણ હારિજ બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોમાં નારાજગી છવાતા આંદોલનની ચીમકી આપી - Divya Bhaskar
30 જૂન સુધી પાણી આપવાની જાહેરાત પછી પણ હારિજ બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોમાં નારાજગી છવાતા આંદોલનની ચીમકી આપી
  • કેનાલમાં પાણી નહીં છોડાય તો ખેડૂતોની આંદોલનની ચીમકી
  • હારિજ વિસતામાં પાણીના અભાવે ખેડૂતોના રજકો, જુવાર, ઉનાળુ બાજરી, સહીતના પાકો સુકાયા

રાજ્ય સરકારે 30 જૂન સુધી કેનાલમાં પાણી ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. ખેડૂતોએ ઉનાળુ વાવેતર કર્યુ હતુ. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા હારિજ શાખાની નહેરમાં 20 દિવસથી પાણી બંદ કરતાં ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતી વર્તાઇ છે.કેનાલમાં પાણી બંધ કરાતા કિસાનોમાં નારાજગી છે અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

સરકારે 30 જૂન સુધી કેનાલોમાં પાણી આપવાની જાહેરાત કરી છે.તેમ છતાં નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા અચાનક સરદાર સરોવરની નર્મદાની હારિજ શાખા નહેરમાં તંબોડીયા,ગોવના,જમણપૂર,સોઢવ,જશોમાવ,અરીઠા,બૂડા, પાલોલી, હારીજ,કૂકરાણા,જાસ્કા,સહિતના ગામોનાં વિસ્તારમની કેનાલોમાં પાણી બંધ કરાતા ખેડુતોને ઉનાળુ પાકના ઉત્પાદનમાં મોટો ફટકો પડ્યો છે.

હાલ પાણીના અભાવે ખેડૂતોના રજકો, જુવાર, ઉનાળુ બાજરી, જેવા પાકો સુકાવા લાગ્યા છે. જો કેનાલમાં પાણી ચાલુ નહીં કરવામા આવે તો ખેડૂતો આંદોલન પર ઉતરશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.ગોવના ગામનાં ખેડૂત હેતાજી વાઘેલાએ જણાવ્યું હતુ કે રવિસીઝનમાં વાવેતરનો સમય આવ્યો ત્યારે પણ કેનાલ રીપેરીંગ કરવા લીધી હતી.અને પાણી પંદર દિવસ મોડું છોડતા ખેડુતો રાયડો વાવેતર કરી શક્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...