તંત્ર કડક:પાલનપુર પાલિકામાં વેક્સિનનો બીજો ડોઝ ન લેનારા અરજદારને નો એન્ટ્રી

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
કલેકટર કચેરી બાદ હવે નગરપાલિકામાં પણ કોરોનાના બે ડોઝ લેનારા વ્યકિતઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. - Divya Bhaskar
કલેકટર કચેરી બાદ હવે નગરપાલિકામાં પણ કોરોનાના બે ડોઝ લેનારા વ્યકિતઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
  • પ્રથમ દિવસે 40 અરજદારોને દરવાજા આગળથી જ પરત મોકલાયા

પાલનપુરમાં કોરોનાની રસીને લઇ તંત્ર કડક થયું છે. જ્યાં જિલ્લા કલેકટર કચેરી બાદ હવે નગરપાલિકામાં પણ કોરોનાના બે ડોઝ લેનારા વ્યકિતઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જ્યાં સોમવારે પ્રથમ દિવસે રસી ન લેનારા 40 અરજદારોને દરવાજા આગળથી જ પરત મોકલવામાં આવ્યા હતા. કોરોનાના કેસો આવી રહ્યા છે. બીજી તરફ વેકસિનેશન માટે તંત્ર કડક બન્યું છે. જ્યાં જિલ્લા કલેકટર કચેરી બાદ હવે નગરપાલિકામાં પણ કોરોનાના બે ડોઝ લેનારા વ્યકિતઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું કે, સોમવારે પ્રથમ દિવસે દરવાજા આગળ જ અરજદારોની પુછતાછ કરવામાં આવી હતી. અને કોરોના વેકસીન લીધુ હોય તેવું પ્રમાણપત્ર જોઇને પછી જ અંદર પ્રવેશ અપાતો હતો. જોકે, મોટાભાગના લોકો પાસે પ્રમાણપત્ર કાગળ ઉપર ન હતુ. જેઓ પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરેલું પ્રમાણપત્ર બતાવતા હતા.રસી ન લેનારા 40 અરજદારોને દરવાજા આગળથી જ પરત મોકલવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...