હારિજ તાલુકાના કાઠી ગામના બે યુવાનો રાવીન્દ્રા ગામે લગ્ન પ્રસંગેથી મોડી રાત્રીએ બાઈક પરત જતા પીપલાણા અને રાવીન્દ્રા વચ્ચે નીલગાય અથડાતાં બંને નીચે પટકાયા હતા. પાછળથી ઇકોના ચાલકે ટક્કર મારતાં બંને ઇજાઓ પહોંચી હતી. કાઠી ગામના ચતુરજી મણાજીનો દીકરો શૈલેશજી ચતુરજી ઠાકોર અને જીગરજી ઠાકોર 30 મેના રોજ રાવીન્દ્રા લગ્ન પ્રસંગે ગયા હતા મોડી રાત્રીએ બંને યુવાનો બાઇક પર ઘરે પરત આવવા નીકળ્યા હતા ત્યારે પીપલાણા અને રાવીન્દ્રા વચ્ચે નીલગાય વચ્ચે આવતા શૈલેશે બ્રેક મારતા બાઇક સ્લીપ મારી ગયું હતું.
અને બાઈકની પાછળ આવતી ઇકો (GJ,06,LK,2825)ના ચાલકે પુરઝડપે અને ગફલત રીતે હંકારી બાઇક લઈ પડેલા બંને યુવાનેને ટક્કર મારી ભાગી ગયો હતા.અન્ય કોઈ વાહન ચાલકે ઇજાગ્રસ્ત બાઇક સવારના મોબાઈલથી ફોન કરી યુવાનોના પરિવારજનોને જાણ કરી પરિવારજનોએ આવી ધારપુર સરકારી સિવિલ ખાતે લઈ જવાયા હતા.યુવાનના પિતાએ ઇકોના ચાલક સામે 5 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.