તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેતી:હારિજના સોઢવ ગામનાં વેપારીએ ભાડે જમીન રાખીને જિલ્લામાં પ્રથમવાર તરબૂચ સાથે સૂર્યમુખીની ખેતી કરી

હારિજ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સનફ્લાવર તેલની વધતી જતી માંગને કારણે ભાવો વધતાં સૂર્યમુખીની ખેતી કરવાનો વિચાર આવ્યો

હારિજ તાલુકાના સોઢવ ગામમાં કરીયાણાના વેપારીએ સનફ્લાવર તેલના વધતા જતા ભાવના કારણે પ્રેરાઈને ભાડા કરારથી જમીન રાખી તડબૂચની ખેતીમાં આંતરપાક તરીકે સૂર્યમુખીની પ્રથમવાર ખેતી કરી ખેડૂતોને નવો રાહ ચિંધ્યો છે.

સોઢવ ગામના વતની અને ગામમાં પેઢી દર પેઢીથી કરીયાણાનો વેપાર કરતા હરજીવનભાઇ બબાજી ઠક્કરને નાનપણથી ખેતીમાં રસ હોઈ આસપાસના ગામોમાં વાર્ષિક ભાડા કરારથી જમીન રાખી જુદા જુદા અખતરા કરતા રહે છે. તેઓ ગયા વર્ષે શાકભાજી, તમાકુ અને હળદર, આદુની ખેતી પણ કરી ચૂક્યા છે. વર્તમાન સમયે છેલ્લાં 6 મહિનામાં સનફ્લાવર તેલના 15 લિટર ડબ્બાનો ભાવ રૂ.1200 હતો જેના ભાવ અન્ય તેલ કરતા ઉંચા જતા સૂર્યમુખીની ખેતી કરવાની ઇચ્છા થઈ અને ભાડા કરારથી ગોવના ગામના ખેડૂતની જમીન રાખી 2 હેક્ટર ઉપરાંત સૂર્યમુખીની ખેતીનો અખતરો કર્યો છે. જે સૂર્યમુખીના છોડ પર 70 દિવસ બાદ સમગ્ર પ્લોટમાં સુર્ય જેવા પીળાં કલરમાં ફુલ ખીલી ઉઠ્યા છે.

વેપારી હરજીવનભાઈ ઠક્કરના જણાવ્યા મુજબ 7 વિઘામાં તડબૂચના વેલામાં પથરાયા છે. જ્યારે આંતરપાકમાં વચ્ચે 3×3 ફૂટનું અંતર રાખી પાળા કરી સુર્યમુખીના બીજની વાવણી કરી હતી. હાલમાં તડબૂચ પણ સારાં મોટા થઈ રહ્યાં છે. જ્યારે સૂર્યમુખીના ગોળ પીળાં ગોટા પણ ખીલી ઉઠ્યા છે.

પાટણ જિલ્લા મદદનીશ નિયામક તાલીમ ખેતી લક્ષમણભાઇ ચૌધરીના જણાવ્યા મુજબ જીલ્લામાં ક્યાંય સૂર્યમુખીની ખેતી જાણવા મળી નથી. પાણીની વ્યવસ્થા હોવાથી સૂર્યમુખીની ખેતી સારાં પ્રમાણમાં થઈ શકે છે.

સૂર્યમુખીના તેલની માગ વધી રહી છે
હાલમાં બ્લડ પ્રેસરના દર્દીઓ વધતા જતા હોઇ તબીબો સૂર્યમુખીનું તેલ ખોરાકમાં ઉપયોગ કરવાની સલાહ આપતા હોય છે.વધતી જતી માંગને લઇ ભાવોમાં ડબ્બા દીઠ હાલમાં રૂ.2700ની સપાટી વટાવી ચુક્યા છે.આ ભાવ જળવાઈ રહેશે તો સૂર્યમુખીની ખેતી લાભદાયક નીવડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો