વાતાવરણમાં પલ્ટો આવતા વિસ્તારમાં બે વાર કમોસમી વરસાદના કારણે રવિપાકને ભારે નુકશાન થયું છે. જેમાં સમી શંખેશ્વર પંથકમાં 2100 હેકટર ઉપરાંત ઇસબગુલના વાવેતર થયા હતા પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઉત્પાદનમાં નુકસાન થયું છે.જેના કારણે ઇસબગુલના ભાવોમાં ઉછાળો આવ્યો છે.
જીરું અને ઇસબગુલ બંને પાકમાં વધુ નુકસાન થયું
સમગ્ર વઢિયાર પંથકમાં કમોસમી વરસાદે રવીપાકના ઉત્પાદનમાં ભારે નુકસાન થયું છે. જીરું અને ઇસબગુલ બંને પાકમાં વધુ નુકસાન થયું છે સમગ્ર પંથકમાં 2100 હેકટર ઉપરાંત ઇસબગુલના વાવેતર થયા હતા.જે કમોસમી વરસાદના કારણે નુકસાન થતાં યાર્ડમાં ભાવો વધ્યા છે.
યાર્ડમાં ઇસબગુલના રેકર્ડ ભાવ પડ્યા
બુધવારે યાર્ડમાં 1200 બોરી ઉપરાંત ઇસબગુલની આવકો રહી હતી જેમાં 20 કિલો દીઠ રૂ. 3820 ઉપરાંતના ભાવોની બોલી બોલાઈ હતી. જે યાર્ડમાં ઇસબગુલના રેકર્ડ ભાવ પડ્યા હતા અને ઇસબગુલ ઔસધીઓમાં વપરાતું હોવાનું ચેરમેન ભગવાનભાઈ ચૌધરીએ જણાવ્યું હતું
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.