તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:હારિજમાં આંગડિયા પેઢીની લૂંટ કરનાર શખ્સોને પકડવા શંકમંદોની પૂછપરછ

હારિજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાના 35 સીસીટીવી કેમેરામાં માત્ર 2 કેમેરા કાર્યરત

હારીજમાં ગુરુવારે સાંજનાં સુમારે પી.એમ.હવાલા પેઢીમાં 5 બુકાનીધારી શખ્સો રિવોલ્વરની અણીએ રૂ.7 લાખની બેગ લઇ ફરાર થઈ જતા ચકચાર મચી હતી.હવાલા પેઢીમાં લૂંટના મામલે હારિજ સહિત જિલ્લા પોલીસ દ્વારા રાત્રી દરમ્યાન જિલ્લામાં નાકાબંધી કરી સઘન ચેકિંગ હાથ ધરાયું હતુ.છતાં બીજા દિવસે પોલીસને સફળતા મળી નથી.

હવાલા પેઢીમાં થયેલી 7 લાખની લૂંટના પગલે એક કારમાં આવેલા શખ્સે બજારમાં કાર ઊભી રાખી દુકાનના વેપારીને બોલાવી મોમાઇ ટ્રાવેલ્સ ક્યા આવી તેવી પૂછપરછ કરી ત્યાંથી કાર હોલસેલ બજાર બાજુ આગળ વધી હોવાના સીસીટીવી કૂટેજમા દેખાતા પોલીસે શંકાસ્પદ તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે હારીજ પી.એસ.આઇ એસ.આર ચૌધરીના જણાવ્યા મુજબ પાલિકાના માત્ર 2 કેમેરા ચાલુ છે અને અન્ય પ્રાઇવેટ બીજા સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ વાહનો ક્યાંથી ક્યાં ગયા તેની તપાસ ચાલી રહી છે.

સીસીટીવી કેમેરાના સમારકામ અને મોનિટરિંગ કરવાની જવાબદારી પોલીસની: પાલિકા પ્રમુખ
હારિજ ખાતે ગુનાહિત પ્રવૃતિ અટકાવવા પાલિકા દ્વારા 35 લાખના ખર્ચે 31 પોલ પર 38 સીસીટીવી કેમેરા મુકી 9 ડિસેમ્બર 2018 ના રોજ લોકાર્પણ કર્યુ હતુ.અઢીવર્ષના સમય ગાળામાં માત્ર 2 કેમેરા કાર્યરત રહ્યાં છે.

બાકી સીસીટીવી કેમેરાના સમારકામ વિશે પાલિકા પ્રમુખ રંજનબેન નટુભાઇ મકવાણાને પૂછપરછ કરતાં જણાવ્યું કે સીસીટીવી કેમેરાનું સમગ્ર મોનિટરીંગ પોલીસ સ્ટેશનમાં આપેલું છે અને તમામ ગુનાહિત પ્રવૃતિને પકડવા પોલીસની જવાબદારી હોઇ પોલીસને વિશેષ ઉપયોગી છે. પાલિકાએ 35 કેમેરા ચાલુ કરી આપ્યાં હતા. મોનિટરિંગ પોલીસે કરવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...