હારિજ બ્રાહ્મણ સમાજની વાડી ખાતે વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા વિચરતી અને વિમુક્ત સમુદાયના લોકોને પગભર કરવા માટે વગર વ્યાજની લૉન માટે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાના માણસોને ધંધા રોજગાર માટે 250 પરિવારોને પગભર થવા 10થી 50 હજારની લૉન આપી હતી. અને લૉન આપવાથી તેમના જીવનમાં ઘણો બદલાવ આવ્યો હોવાનું ઉપસ્થિત લાભાર્થીઓ જણાવ્યું હતું.
vssm ના સચિવ મિતલબહેને જણાવ્યા હતુંકે હજુ ઘણા પરિવારનો લૉન આપીને પગભર કરવા અમારો પ્રયત્ન રહેશે અને જ્યાં જરૂર પડે ત્યાં vssm સંસ્થા તેમારી પડખે છે. બજાણીયા, રાવળ, દેવીપૂજક, કાંગસિયા, ફુલવાદી સમુદાય ના લોકો એ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા. vssm ના સચિવ મિતલબેન પટેલ અને દાતા રશ્મિન ભાઈ શાહ, અમરતભાઈ રાવળ, ભરતભાઇ દેવીપૂજક, કરશનભાઇ કાંગસિયા, જામફળ ભાઈ ફુલવાદી, પરેશ ભાઈ રાવળ, મુકેશભાઈ કાનાની અને નિશાબેન vssm ના પાટણ જિલ્લાના સંયોજક મોહનભાઈબજાણીયા, શંકરભાઈ બજાણીયા, ભરત ભાઈ બજાણીયા વગેરે હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.