તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બટાકાનું વાવેતર:હારિજના ગોવના ગામે ખેડૂતે બટાકાની 8 વિધા જમીનમાં સૌ પ્રથમવાર ખેતી કરી

હારિજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગોવનાનાં ખેડૂતે 8 વિધા જમીનમાં બટાટાની ખેતી કરી છે. - Divya Bhaskar
ગોવનાનાં ખેડૂતે 8 વિધા જમીનમાં બટાટાની ખેતી કરી છે.
 • નર્મદાના પાણીની વ્યવસ્થા થતાં ખેડુતો બાગાયત ખેતી તરફ આકર્ષાયા

હારિજ તાલુકામાં બટાકાની ખેતી બિલકુલ થતી નહોતી પણ ખેડૂતો પાણીનો બચાવ અને ઉપજ વધુ મેળવવા તાલુકાના ગોવના ગામનાં ખેડૂતે વર્તમાન સમયે બટાકાનું બિયારણ મોંઘુદાટ હોવાં છતાં 8 વિધા જમીનમાં બટાટાની ફુવારા પદ્ધતિથી ખેતી કરી છે.

હારિજ પંથકમાં નર્મદા કેનાલોની સગવડ થતાં મીઠાં પાણી જમીનને મળવાની આશા થતા વિસ્તારના ખેડૂતો ચીલાચાલુ ખેતી ભૂલીને અન્ય તમાકુ, બટાકા, અજમો, મકાઈ ઘાસ,જેવી ખેતી તરફ વળ્યાં છે. ઉતર ગુજરાતમાં મુખ્યત્વે પાટણ જિલ્લાને બાદ કરતાં બધાજ જિલ્લાઓમાં થાય છે જેમાં બનાસકાંઠાના ડીસા તાલુકા વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. તે વિસ્તારમાંથી મિત્ર પાસે પ્રેરણા લઇ હારિજ તાલુકાના ગોવના ગામનાં ખેડૂત દેસાઈ હરગોવનભાઇ રત્નાભાઈએ 8 વિધા જમીનમાં પુખરાજ સફેદ બટાટાનું વાવેતર કરેલ છે. સમગ્ર 8 વિધા જમીનમાં ફુવારા પધ્ધતિથી બટાકા વાવેતર કરેલ છે.

ચાલુ વર્ષે બટાકાના ભાવ ઉંચા હોવાથી બિયારણ પ્રતિ મણ રૂ. 950થી 1000ના ભાવથી લાવવું પડ્યું હતુ. મોંઘુ હોવાં છતા 8 વિધા માટે કુલ 300 મણ ઉપરાંત બટાકા બિયારણ માટે ખરીદી કરવી પડી હતી. માટે ચાલુ વર્ષે બટાટા વાવેતરના ખર્ચ ખુબ જ વધુ થયાં હોવાનું ખેડૂત હરગોવનભાઇ દેસાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો