તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:હારિજ પાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ-1માં ભાજપના 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

હારિજ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
હારીજ પાલિકા વોર્ડ 1ની પેટા ચૂંટણીમાં વાદી વસાહત માથી  બે ઉમેદવારી પત્ર ભરાયા હતાં. - Divya Bhaskar
હારીજ પાલિકા વોર્ડ 1ની પેટા ચૂંટણીમાં વાદી વસાહત માથી બે ઉમેદવારી પત્ર ભરાયા હતાં.
 • વોર્ડ-1મા કોંગ્રેસના ઉમેદવાર શુક્રવારે ઉમેદવારી નોંધાવશે

હારીજ નગરપાલિકાની વોર્ડ નંબર એકમાં ચાર માસ અગાઉ વાદી વસાહતના બળવંતભાઇ પોપટભાઇ ફુલવાદી દેવલોક પામતા તેમના ભાઇ બાબુભાઇ પોપટભાઇ ફુલવાદીને ભાજપનો મેન્ડેડ અપાતાં ઉમેદવારી પત્ર ભરાવવામાં આવ્યુ હતુ.

બીજુ ફોર્મ જામફળભાઇ ફુલવાદીને ભરાયું હતુ. ભાજપાના હારીજ શહેર પ્રમુખ રાજુભાઇ ઠક્કર, હારીજ શહેર પ્રભારી મહેશભાઇ રાવળ, ગિરીશભાઇ ઠાકર, રમેશજી ઠાકોર, નટવરભાઇ મકવાણા, નંદૂજી ઠાકોર વગેરેની હાજરીમાં ફોર્મ ભરાયાં હતાં. જ્યારે કૉંગ્રેસમાંથી નગરપાલિક વોર્ડ 1 માંથી ઠાકોર વેરસીજી અજમલજીને મેન્ડેડ અપાતાં શુક્રવારે ઉમેદવારી પત્ર ભરશે તેવું શહેર પ્રમુખ મુકુંદભાઇ પટેલે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો