કિસનોમાં રોષ:હારિજમાં પાક ધિરાંણ લોન માટે રિન્યૂના ઉતારા મેળવવા ધસારો, કોમ્પ્યુટરમાં સરવર ડાઉનની સમસ્યા

હારિજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇધરા કેન્દ્રમા સર્વર ડાઉન થતાં ભીડ જામી

હારિજ મામલતદાર કચેરી ખાતે ઇધરા કેન્દ્રમાં છેલ્લા પંદર દિવસથી ઉતારા લેવા ખેડૂતોનો ઘસારો વધ્યો છે.જેના કારણે 7 અને 12 અને 8 અ ઉતારા લેવા કિસાનોની કતારો જામે છે.ત્યારે કોમ્પ્યુટરમાં સરવર ડાઉન થતા કાળઝાળ ગરમીમાં કિસાનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

પંદર દિવસથી ખેડૂતો એ લીધેલ પાકધિરાણ લોનોની વસુલાત અને લોન રીન્યુ કરવાનો સમય ચાલી રહ્યો છે ત્યારે ખેડૂતોને લોન રીન્યુ કરવા જમીનના આધાર પુરવામાં મામલતદાર કચેરીમાં ઇધરા કેન્દ્રમાં 7 અને 12 અને 8અ ઉતારા મેળવવા જરૂરી હોય છે.જે ઉતારા લેવા માટે કતારો લાગે છે.ત્યારે આવી ગરમીમાં સરવર ડાઉન થતા કિસનોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો.મામલતદાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કોઈ કોઈ વાર સર્વર ડાઉન થવાની સમસ્યા થાય છે.

અન્ય સમાચારો પણ છે...