ફરજ પર રવાના:હારિજમાં 10 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 300 કર્મી ફરજ પર રવાના કરાયા

હારિજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હારિજ મોડેલ સ્કૂલ ખાતે તાલુકામાં 10 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 19 બુથોની 19 મતપેટીઓ અને અન્ય સ્ટેશનરી સાથે 300 કર્મચારીઓને મતદાન મથકો પર બસ તેમજ અન્ય વાહન દ્વારા રવાના કર્યા હતા. હારિજ તાલુકામાં 12 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં પીલુવાડા ગામ સમરસ થયું છે.

જ્યારે વેજાવાડા ગામની સરપંચની બેઠક અનુસૂચિત જનજાતિની હોઈ સરપંચ માટે કોઈ ફોર્મ ભરાયું નહોતું.ગામમાં એક વોર્ડનું ફોર્મ ભરાયું તે સભ્ય બિનહરીફ થયો અને અન્ય ફોર્મ ભર્યા ન હોઈ વેજવાડા ગામની ચૂંટણી બંધ રહી હતી. કુકરાણા, કલાણા, રસુલપુરા, જુનામાંકા, નવામાંકા, ખાખલ, રુગનાથપુરા, જશવંતપુરા, માંસા, દુનાવડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટે કુલ 57 ઉમેદવારો અને તમામ વોર્ડ માટેના કુલ 134 ઉમેદવારોની ચૂંટણી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...