તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:હારિજમાં ચેક રિટર્નના ચાર કેસમાં 3 આરોપીઓને એક વર્ષ સાદી કેદ

હારીજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોર્ટે ચેક રિટર્નના ચાર કેસમાં સજા અને દંડ જાહેર કર્યો

હારિજના વેપારી સોની આશિષકુમાર રતિલાલે સાત વર્ષ અગાઉ મહેતા રાજેન્દ્રકુમાર રતિલાલ પાસેથી રૂ. 20 લાખ ઉછીના લીધાં હતાં જ્યારે ગામનાં બીજા વેપારી ઠક્કર રમેશકુમાર શિવાજી પાસેથી રૂ. 20 લાખ ઉછીના લેતાં બન્નેએ નાણાંની ઉઘરાણી કરાતા20-20 લાખના ચેક આપ્યાં હતાં. જે ચેક 23 ઓગષ્ટ 2013માં રાજેન્દ્રકુમાર મહેતાએ બેંકમાં જમા કરાવતા ચેક બેંકમાં સ્વીકારાયા વગર પરત ફર્યો હતો જ્યારે રમેશકુમાર શિવાજીભાઇ ઠક્કરને પણ 20 લાખનો આપેલો ચેક પરત ફરતાં આ કેસ હારિજ કોર્ટમાં ચાલતાં આશિષકુમાર રતિલાલ સોનીને કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા અને બે માસમાં નાણાં ચૂકવવા આદેશ કરેલ છે.

ચાર વર્ષ પહેલા હસમુખભાઇ બળદેવભાઇ ઠાકરે ગામનાં સુથાર દીપક રણછોડભાઈને ચાર લાખ ઉછીના આપતાં તેમને પણ બરોડા બેન્કનૉ ચેક આપતાં પરત ફરતા સુથાર દીપક ઉર્ફે દિલીપકુમારને એક વર્ષની સાદી કેદ ની સજા અને બે માસમાં નાણાં ભરવા હુકમ કરેલ છે. અડિયા ગામનાં યૂનુશ ઈબ્રાહીમભાઇ સિપાઈએ દેના ગુજરાત ગ્રામીણ બેન્કમાંથી રૂ. 80 હજાર ભેંસો લેવા માટે લૉન લીધી હતી અને નાણાં ભરવા ચેક આપેલ હતો. જે સમય વીતી ગયો હોવાં છતા નાણાં નહીં ભરતા બેન્ક મેનેજરે હારીજ કોર્ટમાં કેસ કરાતા યૂનુશ સિપાઈને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...