વીજચોરી:હારિજના 22 ગામોમાં યુજીવીસીએલે 1400 સ્થળે ચેકિંગ કરી 22 સ્થળેથી વીજચોરી પકડી

હારિજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
હારીજ તાલુકાના 22 ગામડામાં  યુ.જી.વી.સી.એલની ટીમ દ્વારા ચેકિંગ. - Divya Bhaskar
હારીજ તાલુકાના 22 ગામડામાં યુ.જી.વી.સી.એલની ટીમ દ્વારા ચેકિંગ.
  • UGVCLની 4 ટીમે 12 રહેણાક, 2 કોમર્શિયલ અને 8 ખેતી વીજ કનેક્શનમાં વીજચોરી પકડાતાં કુલ રૂ. 3.50 લાખનો દંડ ફટકાર્યો

હારિજ તાલુકામાં યુ.જી.વી.સી.એલ દ્વારા લાલ આંખ કરતાં જુદા જુદા ગામડાઓમાં ટીમો બનાવી વીજચોરી પકડવા માટે એસઆરપી સાથે રાખી ત્રાટકી હતી. જેમાં 22 કેસમાં વીજ ચોરી પકડી રૂ 3.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. રહેણાક વિજકનેક્શનમાં 12, કોમર્શિયલ 2 અને ખેતી વીજ કનેક્શન 8 મળી કુલ 22 સ્થળે વીજ ચોરી પકડી પાડવામાં આવી છે.

હારિજ તાલુકામાં મંગળવાર સવારથી યુ.જી.વી.સી.એલ વિસનગર ડિવિઝન અને સાથે હારિજ યુ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓને લઈ વીજચેકીંગ હાથ ધર્યું હતું. કુલ 16 જેટલી ગાડીઓમાં કુલ 80 જેટલા કર્મચારીઓ જુદીજુદી 4 ટીમો બનાવી હતી. અને તાલુકાના 22 ગામડાઓમાં કુલ 1400 સ્થળે વિજચેકીંગ કરાયું હતું.

જેમાંથી 22 વીજચોરોને ઝડપી પાડી કુલ.રૂ.3.50 લાખનો દંડ ફટકારવામાં હતો.તેવું હારિજ યુ.જી.વી.સી.એલ. ડી.ઇ.આઈ.એમ.નિનામાએ જણાવ્યું હતું. એસ.આર.પી.જવાનોને સાથે રાખી જુદા જુદા ગામમોમાં વીજ ચોરી પકડવા ટીમો આવતા વિજચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...