ઉજવણી:ધર્મ સંસ્કૃતિ જાળવવા હિંદુ ધાર્મિક ગ્રંથોનું અધ્યયન કરી જીવનમાં ઉતારવી જોઈએ: દિલીપ ઠાકોર

હારિજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વાઘેલ ગામે આંતરિયા હનુમાનજી મંદિરે રામકથાની પુર્ણાહૂતી યોજાઈ. - Divya Bhaskar
વાઘેલ ગામે આંતરિયા હનુમાનજી મંદિરે રામકથાની પુર્ણાહૂતી યોજાઈ.
  • હારિજના વાઘેલ ગામમાં આંતરિયા હનુમાનજી મંદિરે રામ કથાની પૂર્ણાહુતિ કરાઈ

હારિજ તાલુકા વાઘેલ અંતરિયા હનુમાનજી ખાતે રામકથા પારાયણ પુર્ણાહૂતિ સાથે હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરી હતી. હારીજ વાઘેલ સીમ વિસ્તારમાં આવેલ અતિપ્રાચીન પવિત્ર હનુમાનજી મંદિર ખાતે યોજાયેલી રામકથા પારાયણ જ્ઞાનયજ્ઞનું સમાપન સાધ્વીજી રામ પ્રિયાજી રામાયણ કથા ભક્તિ રસપાન સાથે કરાવ્યું હતું.

આ શુભ પ્રસંગે ચાણસ્મા ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોર સહિત હારિજ વાઘેલ, અરીઠા, કુકરાણા સહિત ગામના મોટી સંખ્યામાં ભક્તજનો પધાર્યા હતા. હનુમાનજી મંદિર મહંત શિવાનંદ બાપુ વાઘેલ મઠ મહંત શુનિલઞીરી બાપુ ચંદનગિરિ બાપુ સહિતે સાધુ સંતોએ આશીર્વચન પાઠવ્યાં હતા.

આ પ્રસંગે ચાણસ્મા ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોરે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે હિંદુ જીવન દર્શનની આભા અને સભ્યતા હતી જેનાથી હિંદુ જીવન દર્શન અને સામાજિક સભ્યતા સન્માન જળવાતું હતું અત્યારે આધુનિકતાના કારણે ધર્મ સંસ્કૃતિથી યુવાનો વિમુખ થઇ રહ્યા છે. ત્યારે આપણા ધર્મ સંસ્કૃતિની જાળવણી હિંદુ ધાર્મિક ગ્રંથો રામાયણ ભાગવત ગીતાનું અધ્યયન કરી જીવનમાં ઉતારીએ અને મંદિરો અને ધાર્મિક ઉત્સવો થકી હિંદુ ધર્મને જીવંત રાખીએ.

રામકથા પારાયણ આયોજકો આંતરિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટી સેવકો દ્વારા મહાનુભાવોનું સન્માન કર્યું હતું. કથા આયોજક કનુ ઠાકર, ખેગાર યોગી, સિવાનંદબાપુ, સહયોગી નરેન્દ્ર ઠાકર, મિતેષભાઈ ઠક્કર સહિતે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...