વિરોધ પ્રદર્શન:હારિજ તાલુકા ભાજપનો સૂર : દિલીપ ઠાકોરનો મંત્રી મંડળમાં સમાવેશ કરો

હારિજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલીપભાઈના પિતા જનસંઘના સમયથી પક્ષ સાથે જોડાયેલા છે

મુખ્યમંત્રી વિજયરૂપાણીના રાજીનામાં બાદ નવીન મુખ્યમંત્રીની નિયુક્તિ થયાં પછી કોને મંત્રી બનાવાશે અને કોને પડતાં મુકાશે તને લઇ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપા બધાજ મંત્રી મંડળમાં નવીન ચહેરાઓને સ્થાન આપવાની ચર્ચાએ જોર પકડયું છે. સિનિયર કેબિનેટ મંત્રીઓને મંત્રી મંડળમાંથી પડતાં મૂકવાના નિર્ણય સામે ચાણસ્મા મત વિસ્તારના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતુ. ધારાસભ્ય અને સિનિયર કેબિનેટ મંત્રી દિલિપજી ઠાકોરને મંત્રી મંડળમાં સમાવેશ નહીં કરવાની ચર્ચા વિસ્તારમાં થતાની સાથે દિલિપજી ઠાકોરના સમર્થકોમાં ભારે નારાજગી સાથે હારિજ તાલુકા પંચાયત કચેરી ખાતે કાર્યકરો ઉમટી પડ્યા હતાં. અને વિરોધ નોંધાયો હતો.

પૂર્વ યાર્ડના વાઇસ ચેરમેન કાનજીભાઇ દેસાઈના જણાવ્યા મુજબ દિલીપભાઈના પિતા વિરાજી ઠાકોરના જનસંઘ પાર્ટીના સમયથી લોકો ભાજપા સાથે જોડાયેલા છે. દિલીપભાઈ બધાજ સમાજને સાથે રાખી ચાલનારા વ્યક્તિ છે. સરળ સ્વભાવ ઈમાનદાર નેતૃત્વ હોઇ તેમણે કેબિનેટમાં સ્થાન આપવામા આવે તે જરૂરી છે. આ વિસ્તારમાં પાણી રોડ રસ્તાના વિકાસના કામો કર્યા છે. માટે વિસ્તારના વિકાસ માટે મંત્રી મંડળમાં સ્થાન આપે તે જરૂરી છે.

તાલુકા પંચાયત પ્રમુખ વનરાજજી ઠાકોર, શહેર પ્રમુખ રાજૂભાઈ ઠક્કર, યાર્ડના ચેરમેન ભગવાનભાઇ ચૌધરી, જગદીશભાઈ ઠક્કર, પાલિકા પ્રમુખ પ્રતિનિધિ નટુભાઇ મકવાણા, ડો.સંજયભાઈ ઠક્કર, મોબુજી ઠાકોર, કલાજી ઠાકોર કાર્યકરો તા. પં ખાતે એકઠા થઈ વિરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...