રોષ:હારિજ એસટી કર્મીઓએ પડતર માંગ મુદ્દે કાળી પટ્ટી લગાવી ફરજ બજાવી

હારિજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હારિજ એસ.ટી.કર્મચારીઓએ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે એક સપ્તાહ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી વિરોધ પ્રગટ કર્યો હતો. - Divya Bhaskar
હારિજ એસ.ટી.કર્મચારીઓએ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે એક સપ્તાહ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી વિરોધ પ્રગટ કર્યો હતો.
  • વર્ષો જૂની માંગણીઓ ન સ્વીકરાતાં સરકાર સામે રોષ પ્રગટ કર્યો

હારિજ એસ.ટી. સ્ટેન્ડ ખાતે ડ્રાઇવર કંડક્ટરરોએ સહિત કર્મીઓની વર્ષો જૂની માંગણીઓ સરકાર નહીં સ્વીકારતા એક સપ્તાહ સુધી કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે રોષ પ્રગટ કર્યો હતો.એસ.ટી.કર્મચારીઓની મુખ્ય માગણી 1900 ગ્રેડ પે કરવો. લાઇન નાઈટ કિ.મી. વર્ષોથી એકજ રકમ છે. જેનો વધારો કર્યો નથી. જે વધારો કરાવો જોઇયે, ડ્રાઇવર અનેં કંડક્ટરને રૂ 19500 ફિક્સ પગાર આપવો જોઇયે.

મોંઘવારી રાજ્ય સરકારના કર્મીઓને ચૂકવવામાં આવે છે. જ્યારે ડ્રાઇવર કંડક્ટરને મોંઘવારી આપવી જોઇયે, આ સિવાય અમારી અન્ય ઘણી જૂની માંગણીઓને સ્વીકારવામાં આવતી નથી. જેને લઇ સંકલન સમિતિના આદેશ મુજબ એક સપ્તાહ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવ્યું છે. એમ એસટીના કર્મચારીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...