તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંડ:હારીજ પોલીસે માસ્ક વિના ફરતા લોકો પાસેથી 10 દિવસમાં બે લાખ દંડ વસૂલ્યો, પોલીસે બે ટીમો બનાવી માસ્ક ન પહેરનારાઓને દંડ્યા

હારીજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

હારીજ પોલીસે કોરોના સંક્રમણ અટકાવવા સઘન કામગીરી હાથ ધરી છે. માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડનીય કાર્યવાહી હાથ ધરી દંડ વસૂલવાનું શરૂ કર્યું છે.હારીજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.આર. ચૌધરી અને પોલીસ સ્ટાફ દ્વારા છેલ્લાં દશ દિવસથી બે અલગ અલગ ટિમો બનાવી માસ્ક ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ માસ્ક નહિ પહેરનાર પર દંડની તવાઈ શરૂ કરી છે. છેલ્લાં 10 દિવસમાં રોજના 20 હજાર ઉપરાંત દંડ આપવામા આવી રહ્યો છે. દસ દિવસમાં બે લાખ ઉપરાંત દંડ વસુલવામાં આવ્યો છે. લોકો માસ્ક પહેરતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...