હાલાકી:હારિજ કૃષ્ણધામ ગૌ શાળામાં માવઠાથી 50 હજાર જુવારના પૂળા પલળતાં પશુ નિભાવમાં મુશ્કેલી

હારિજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમોસમી વરસાદથી સૂકો ઘાસચારો પલળતાં 100 પશુઓને ખવડાવવા હાલાકી
  • સરકાર દ્વારા પશુ નિભાવ માટે ઘાસ ફાળવવામાં આવે તેવી ગૌશાળાના પ્રમુખે માંગ કરી

હારિજ કૃષ્ણધામ ગૌ શાળાના મેદાનમાં દાતાઓ દ્વારા અપાયેલા જુવાર, બાજરીના અંદાજીત 50 હજાર ઉપરાંત પૂળા માવઠામાં વરસાદી પાણીથી પલડી જતાં નિષ્ફળ ગયા છે. તાજેતરમાં ગાયોને ઘાસચારો ખવડાવવામાં પણ મુશ્કેલી સર્જાઈ છે. માટે તાત્કાલિક ધોરણે ગૌ શાળાઓને સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જાસ્કા રોડ પર આવેલ ગૌ શાળામાં બીમાર, અકસ્માત થયેલ ગાયોને સારવાર આપી તેનું પાલન પોષણ કરવામાં આવે છે. હાલમાં કુલ 100 ઉપરાંત ગાયોનું પોષણ થઈ રહ્યું છે.

આ સિવાય પણ અબોલ પશુ પક્ષીઓને પણ ત્યાં પાલન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ગૌ ભક્તો દ્વારા ગામે ગામ ફરીને દાનમાં લાવેલી જુવારના પૂળા જેવા ઘાસચારો ગૌ શાળાના મેદાનમાં પડ્યો હતો તે કમોસમી વરસાદે તમામ ઘાસ પાણીથી ધરબોડ કરતાં તમામ સૂકું ઘાસ નિષ્ફળ થયું છે. કૃષ્ણધામ ગૌ શાળાના પ્રમુખ લાલજી મહારાજના જણાવ્યા મુજબ ચોમાસુ જુવારના પૂળા તાજેતરમાં લાવીને ખડકેલા હતા. ત્યારે ઓચિંતા વરસાદે તમામ સૂકું ઘાસ પલડી જતા ગાયોને ખાવા લાયક રહ્યું નથી માટે સરકાર દ્વારા ગૌ શાળાઓમાં ઘાસ ફાળવવા આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...