તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોની ચીમકી:હારિજ બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરતાં ઉનાળું વાવેતર નિષ્ફળ જવાની ભીતિ

હારિજ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાણી ચાલુ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની વિસ્તારના ખેડૂતોની ચીમકી
 • ખેડૂતો ચિંતાતુર, હારિજ તાલુકામાં 1600 હેક્ટરમાં ઉનાળુ વાવેતર થયાં છે

સરદાર સરોવરની નર્મદાની હારિજ શાખા નહેરમાં પાણી બંધ કરાતા છેવાડાનાં ગામો સુધી પહોંચતી માઈનોર સબમાઇનોર કેનાલોના પાણી બંધ થઈ ગયા છે. જેના કારણે ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એકબાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરકાર દ્વારા જાહેરાત કરી હતી કે ઉનાળુ વાવેતર કરવા પાણી આપવામાં આવશે જ્યારે કેનાલમાં એકાએક પાણી બંધ કરાતા ઉનાળુ વાવેતર બાજરી ઘાસચારો નિષ્ફળ જવાની ભીતિ થી કિસાનોની ચિંતામાં વધારો થયો છે..

ગોવના ગામનાં ખેડૂત વિક્રમજી વાઘેલાના જણાવ્યા મુજબ સરકાર દ્વારા પાણી ચાલુ રાખવાની જાહેરાત કર્યા પછી પાણી બંધ કરાય આ ખેડૂતો જોડે અન્યાય કરાઈ રહ્યો છે. હારિજ શાખા નહેરમાં પાણી બે દિવસથી બંધ કરવામાં આવ્યાં છે. જેના કારણે પશુઓ માટે વાવેતર કરેલા રજકો, ઘાસચારો, ઉનાળુ બાજરી જેવા પાક નિષ્ફળ જશે તો ખેડુતોને ખેડ, ખાતર, બિયારણનું ભારે નુકશાન વેઠવાનો વારો આવી શકે છે. માટે કિસાનોના ઉનાળુ પાક નિષ્ફળના જાય માટે વરસાદ ન આવે ત્યાં સુધી પાણી આપવામાં આવે તેવી માંગ છે. પાણી વગર રજકો, જુવાર ઘાસચારો સુકાઈ જશે માટે ઢોરઢાખરને ઘાસચારાની મુશ્કેલી સર્જાશે.જો ચાલુ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની કમાન્ડ વિસ્તારના ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી.

હારિજ ખેતી વિસ્તરણ અધિકારી ડી.એસ.વાઘેલાના જણાવ્યા મુજબ તાલુકામાં કુલ ઉનાળુ વાવેતર 1600 હેક્ટરમાં થયાં છે. જેમાં બાજરી 600 હેક્ટર, રજકો, જુવાર વગેરે ઘાસચારો 950 હેક્ટર અનેં શાકભાજી 50 હેક્ટરમાં વાવેતર થયાં છે.લગભગ તમામ નર્મદા કેનાલ પિયત આધારિત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો