ચાણસ્મા અને હારિજ, સમી, શંખેશ્વર તાલુકાના ગામોનો સમાવેશ ધરાવતી ચાણસ્મા વિધાનસભા બેઠક ઉપર વર્ષોથી ભાજપ માટે વિજય ભેટ આપનાર દિલીપભાઈ ઠાકોરને ભાજપ દ્વારા ફરીથી ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે પાછલી ચૂંટણીમાં તેમના વિજય માટે અપક્ષ ઉમેદવારની ભૂમિકા કારણભૂત બની હતી.
2012મા ચાણસ્મા વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપમાંથી દિલીપજી ઠાકોરને 83462 અને દિનેશજી આતાજી ઠાકોરને 66638 મતો મળતા દિનેશજીનો 16824 મતે પરાજય થયો હતો. 2017માં ભાજપમાંથી દિલીપજી ઠાકોર સામે કોંગ્રેસે રઘુભાઈ દેસાઈને ટિકીટ આપી હતી ત્યારે દિનેશજીએ બળવો કરી અપક્ષમાં ઉમેદવારી નોંધાવતા ત્રિપાંખીઓ જંગ જામ્યો હતો. જેમાં દિલીપજી ઠાકોરને 73771, રઘુભાઈ દેસાઈને 65537 અને દિનેશજી ઠાકોરને 27633 મતો મળ્યા હતા. જેમાં દિલીપજીએ 8234 મતોથી રઘુભાઈએ પરાજય આપ્યો હતો. દિલીપભાઈના વિજય માટે દિનેશ ઠાકોરની ભૂમિકા મહત્વની રહી હતી. દિલીપભાઈની 8234ની લીડ કરતાં ત્રણ ગણા મત અપક્ષને મળ્યા હતા.
દિલીપજીને 2 વાર પરાજયનો સામનો કરવો પડ્યો હતો
1995માં સમી બેઠકમાં ભાવસિંહ રાઠોડ અપક્ષમાંથી જીત મેળવી હતી. જ્યારે 2007માં કોંગ્રેસ પક્ષમાંથી ભાવસિંહ ઠાકોર વિજેતા બન્યા હતા. અત્યાર સુધીમાં બે વાર દિલીપ ઠાકોરનો પરાજય થયો હતો.
વિરાજી ઠાકોર ત્રણ ટર્મ ધારાસભ્ય તરીકે રહ્યા હતા
પાંચમી વિધાનસભાની ચૂંટણીમાં દાંતરવાડા ગામમાં શિક્ષક વિરાજી નવાજી ઠાકોરને ભારતીય જનસંઘમાંથી મેન્ડેડ આપતાં નોકરીમાંથી રાજીનામું આપીને ઉમેદવારી નોંધાવી હતી અને કોંગ્રેસના ઉમેદવાર વાઘેલા લક્ષમણજી રામસંગજીને પરાજય આપી ધારાસભ્ય બન્યા હતા. 1980માં ભારતીય જન સંઘનું ભારતીય જનતા પક્ષમાં વિલીનીકરણ થતા જેમાં ત્રીપાંખીયા જંગમાં વિરાજી ઠાકોરનો વિજય થયો હતો. જેઓ ત્રણ ટર્મ ધારાસભ્ય તરીકે રહ્યા હતા. તેમનું અવસાન થતાં ભાજપએ તેમના પુત્ર દિલીપજી ઠાકોરને 1990માં ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં ત્રિપાખીયો જંગમાં દિલીપજીનો 10696 મતથી પ્રથમ વિજય થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.