ખેડૂતો ચિંતિત:વાતાવરણ પલટાતાં વઢિયાર પંથકમાં જીરૂ અને ઇસબગુલનો પાક બચાવવા કિસાનોની મથામણ

હારિજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસથી વરસાદી વાતાવરણ થતાં ખેડૂતો ચિંતિત

સમગ્ર વઢિયાર પંથક સમી, હારિજ અને શંખેશ્વર તાલુકામાં બે દિવસથી પાક ઉપર આવી ગયેલા જીરું પાકને માવઠાથી બચાવવા તડામાર કિસાનો દૂરદૂરથી મજૂરો લાવીને કાપણી કરી જીરુંના ઢગ કરવા લાગ્યા છે. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ના જાય તેની ભીતિથી જીરું અને ઇસબગુલ ઘર ભેગું કરવા મથામણ આદરી છે.

શંખેશ્વર તાલુકાના રૂની ગામની સીમમાં કનુભાઈ પસાભાઈ ખેરના 7 વિઘાના ખેતરમાં 20થી 25 મજૂરો જીરું કાપણી કરવા બેસાડી દીધા છે. તેમના ખેડૂત મોતીજી શિવાજી ઠાકોરની રૂબરૂ મુલાકાત કરતા જણાવ્યું હતું કે પાક પર આવેલા જીરૂના પાકમાં કાળીઓ રોગ આવી જતા અંદાજીત 70 થી 80 મણના ઉત્પાદન આપવાની આશા દર્શાવતું જીરું હાલમાં માત્ર 35 મણ થાય એવું છે જે ખર્ચા કાઢવાની આશા સેવી રહ્યા છીએ પણ બે દિવસથી વરસાદી વાતાવરણ થતા રૂનીથી 10 કીમી દૂરથી ટ્રેક્ટર દ્વારા મજૂર લાવી જીરું માવઠાથી બચાવવા કાપણી કરી ઢગલો કર્યો છે. જેથી પ્લાસ્ટીક ઢાંકી બચાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...