તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:હારિજમાં ધો-10 અને 12ના રિપીટર છાત્રો માટે એકસ્ટ્રા બસો દોડાવાશે

હારીજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હારિજ એસ.ટી.ડેપો દ્વારા છાત્રોના હિતમાં આયોજન

હારિજ તાલુકામાં ધોરણ 10 અને 12માં રિપીટરોની પરીક્ષા 15 જુલાઈથી 28 જુલાઈ સુધી શરુ થતી હોઇ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે હારિજ એસ.ટી.ડેપો દ્વારા ગામની માંગણી મુજબ બસ વ્યવસ્થા કરવા આપવા માટે ડેપો મેનેજરે ખાત્રી આપી છે.

આગામી 15 જુલાઈથી 28 જુલાઈ દરમ્યાન એસ.એસ.સી.અનેં એચ.એચ.સી રિપીટરો, પૃથક, ખાનગી વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાનું આયોજન સમગ્ર ગુજરાતમાં નક્કી કર્યુ છે. પાટણ, મહેસાણા, શંખેશ્વર, સમી, રાધનપુર, વિસ્તારના વિદ્યાર્થીઓના ઘસારાંને ધ્યાને લઇ જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસોનું આયોજન કરાશે તેમજ કોઈપણ છાત્ર પરીક્ષાથી વંચિત ના રહે તેં હેતુથી વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાને લઇ ગામડાથી શહેરી વિસ્તારના છાત્રોને પરીક્ષા કેન્દ્ર સુધી એસ.ટી.બસ સમયસર પહોંચાડવા વ્યવસ્થા કરી છે. ડેપો મેનેજર પ્રકાશભાઇ ગોસ્વામીના જણાવ્યા મુજબ 15થી 28 જુલાઈ સુધીના પરીક્ષા સમયના દિવસો દરમ્યાન એસ.ટી.સ્ટેન્ડ હોય કે સ્ટેન્ડ ના હોય જ્યા પણ રસ્તા પર વિદ્યાર્થી ઉભા હોય ત્યાંથી બસ ઊભી રાખી બસમાં લઇ લેવા અનેં ગમે ત્યાં ઊભી રાખી છાત્રને ઉતારવા તમામ સ્ટાફને ખાસ સુચના આપી દેવામાં આવી છે. કોઈ પણ છાત્રને બસનો લાભ લેવા માટે 6359918607 ડેપો મેનેજર હારીજનો સીધો સમ્પર્ક કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...