હાલાકી:હારિજના ખેમાસર વિસ્તારમાં ગટરના ગંદા પાણીથી હાલાકી

હારિજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંદા પાણીથી રોગચાળાની ભિતી, શાળાએ જતા વિદ્યાર્થીઓ પરેશાન

હારિજના ખેમાસર વિસ્તારમાં ગટરના ગંદા પાણી ભરાતાં વિસ્તારના લોકોએ નગરપાલિકા અને મામલતદારને આવેદનપત્ર રજુઆત કરેલ હતી. ખેમાસર વિસ્તારમાં તેમજ પ્રાથમિક શાળાની બહાર ગટરના ગંદા પાણી ભરાતાં ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારીઓ ફેલાઇ રહી છે.

ત્યારે આવા ગંદા પાણી ભરાઈ રહેતાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિને લઇ વિસ્તારના લોકો નગરપાલિકા અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ. ઉપરાંત સર્વોદય હાઇસ્કૂલ જવાના રસ્તા પર ભૂગર્ભ ગટરના કુંડીના ઢાંકણ તુટી જતાં વિદ્યાર્થીઓ પરેશાન છે.

અન્ય સમાચારો પણ છે...