તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:મા અમૃતમ કાર્ડ માટે ગ્રામ પંચાયતનો આવકનો દાખલો માન્ય રાખવા માંગ

હારીજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયતનો દાખલો મેળવવા અરજદારોને ધરમધક્કા
  • હારિજના ગ્રામ્ય વિસ્તારના લોકો કાર્ડ કઢાવવા હેરાન થતાની રાવ

હારીજ મામલતદાર કચેરીમાં મુખ્યમંત્રી અમૃતમ યોજનાના લાભાર્થીઓ આવકના દાખલાને લઈ પરેશાન છે. ગ્રામીણ વિસ્તારના લોકો ગ્રામ પંચાયતનો આવકનો દાખલો લઈ કાર્ડ કઢાવવા આવતાં પાછા ધકેલવામાં આવે છે. જ્યારે મામલતદાર કે તાલુકા પંચાયત કચેરીનો આવકનો દાખલો મેળવવા તલાટી, સરપંચના સહિ સિક્કા સહિતના ધક્કા ખાવા પડે છે. જ્યાં ગ્રામ પંચાયતના આવકના દાખલાને મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં માન્યતા આપે તેવી માંગ ઉઠી છે. સોમવારે જુના માકા ગામના લાભાર્થી મામલતદાર કચેરીથી પાછા ફરતા પોતાની મુશ્કેલી વર્ણવી જણાવ્યું કે ગ્રામ પંચાયતમાંથી મેળવેલો આવકનો દાખલો માન્ય નહીં રખાતાં ફરીથી ડોક્યુમેન્ટ ભેગા કરી તલાટીના સહી સિક્કા કરાવવા પડશે અને તાલુકા પંચાયતમાં આવકનો દાખલો મેળવવો પડશે. હારીજ મામલતદાર બી.વી. પરમારે જણાવ્યુ કે સરકાર દ્રારા માત્ર મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ માટે ગ્રામ પંચયતનો આવકનો દાખલો માન્ય ગણાતો નથી. મામલતદાર અને તાલુકા પંચાયતના દાખલાની જોગવાઇ કરવામાં આવેલી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો