માગ:આરોગ્ય કર્મીઓને બીજો -ચોથો શનિવાર અને રવિવારની રજાનો લાભ આપવા માંગ

હારિજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય કર્મીઓએ અડિયા બીએચઓને આવેદનપત્ર આપ્યું
  • કોરોના બાદ રસીકરણમાં વ્યસ્ત રહેતાં માનસિક થાકનો અહેસાસ

કોરોના બાદ રસીકરણમાં દોઢ વર્ષથી મહિનાનો બીજો અને ચોથો શનિવાર અને રવિવાર રજા ભોગવવા ન મળતાં જાહેર રજાઓ ભોગવવા આપવામા આવે તેવી બીએચઓ ઓફીસ અડિયા ખાતે રજુઆત કરવામાં આવી છે. હારિજ તાલુકામાં આરોગ્ય વિભાગમાં તમામ કેડરના કાયમી કર્મચારી અને ફાર્માશિષ્ટ જેવા કુલ 49 કર્મચારીઓએ આવેદનપત્ર આપી જણાવ્યું છે કે છેલ્લાં દોઢ વર્ષ ઉપરાંત કોરોનામાં સેવા આપી હતી.

જ્યારે હાલમાં સીકરણની કામગીરીમાં દોઢ વર્ષથી જાહેર રજાઓ ભોગવવા મળી નથી માટે કર્મીઓ માનસિક અને શારિરીક તણાવ અનુભવે છે. અને કૌટુંબિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. જેથી મહિનાનો બીજો અને ચોથો શનિવાર તેમજ રવિવાર અને જાહેર રજા આપવામા આવે જાહેર રજાના દિવસોમાં મેઘાડ્રાઇવ કે અન્ય ઝુંબેશ ન કરવામા આવે તેવી માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...